SURAT

સરથાણામાં ફેસબુક પર ફેક ID બનાવી મહિલાઓને પ્રાઇવેટ પાર્ટ બતાવી વિકૃત આનંદ લેતો યુવક

સુરત: (Surat) સરથાણામાં રહેતા યુવાને પોતાના જ પરિવારની મહિલાઓને ફેસબુકમાં (Facebook) ફેક આઇડી બનાવીને વીડિયો કોલ મારફતે પ્રાઇવેટ પાર્ટ બતાવીને છેડતી કરી હતી. પરિવારની બે-ત્રણ મહિલાઓને વારાફરતી હેરાન કરવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે (Police) આ બાબતે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

  • ફેસબુક પર ફેક આઈડી બનાવી મહિલાઓને પ્રાઇવેટ પાર્ટ બતાવી વિકૃત (Distortion) આનંદ લેતો કૌટુંબિક યુવક
  • સરથાણામાં પરિવારના સભ્યોના નામથી આઈડી બનાવી પરિણીતાને વિડીયો કોલ કરી હેરાન કરતો હતો

બનાવની વિગત એવી છે કે સરથાણામાં રહેતી પરિણીતાના ફેસબુક આઈડી પર ત્રણ મહિના અગાઉ તેના કૌટુંબિક જેઠ તથા દિયર અને મયુર રીબડીયા નામના યુવકે ફેસબુકમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સામેવાળી વ્યક્તિ પરિવારની ઓળખીતી હોવાથી પરિણીતાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ તેઓની વચ્ચે વાતો થઇ હતી. બંને ફેસબુકના મેસેન્જર મારફતે વાતો કરતા હતા. થોડા દિવસો વાત કરીને મયુરે મહિલાને વિડીયો કોલ કર્યો હતો અને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી છેડતી કરી હતી.

મહિલાએ તાત્કાલિક જ વીડિયો કોલ બંધ કરી દીધો હતો અને મયુરને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ મયુરે બીજા બે થી ત્રણ આઇડી બનાવીને તેમાંથી વિડીયો કોલ મારફતે છેડતી કરી હતી. આ મહિલાએ પરિવારની અન્ય મહિલાઓને પણ જાણ કરતા તેઓએ તપાસ કરતા પરિવારની અન્ય મહિલાઓને પણ મયુરે વિડીયો કોલ મારફતે પ્રાઇવેટ પાર્ટ બતાવીને છેડતી કરી હતી. આખરે આ બાબતે સરથાણા પોલીસે યુવકની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે એક જ પરિવારની મહિલાઓને પ્રાઇવેટ પાર્ટ બતાવીને વિકૃત આનંદ લેનાર કોઇ કૌટુંબિક યુવક જ હોવાની શક્યતા છે. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

‘જો તું મારી સાથે નહીં બોલે, તો હું મરી જઈશ અને તારા ભાઇને મારી નાંખીશ’
સુરત : સરથાણામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો. યુવતીએ પ્રેમની ના પાડતા યુવકે હાથની નશો કાપીને તેના ફોટા યુવતીને વ્હોટ્સએપમાં મોકલીને ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે નહીં બોલે તો હું મારી જઈશ અને તારા ભાઇને પણ મારી નાંખીશ’. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે સરથાણામાં યોગીચોક પાસે આવેલી યોગીનગર સોસાયટીમાં રહેતા દર્શન મહેશભાઇ વેકરીયા નામના યુવકને સોસાયટીમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હતી. બંને અવારનવાર ફોન પર પણ વાતો કરતા હતા. આ દરમિયાન દર્શનને યુવતી સાથે પ્રેમ થઇ જતા તેણે યુવતીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ યુવતીએ ફક્ત મિત્રતા રાખવાનું કહીને પ્રેમની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઉપરાંત યુવકની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી હતી. એક તરફ પ્રેમમાં પાગલ દર્શને યુવતીનો પીછો કરીને હેરાન કરતો હતો. આખરે દર્શને પોતાના હાથની નશો કાપી નાંખી હતી, તેના લોહીવાળા ફોટા યુવતીને વ્હોટ્સએપમાં મોકલી આપીને ધમકા આપી હતી કે, ‘જો તું મારી સાથે નહીં બોલીશ તો હું મરી જઇશ, અને તારો ભાઇ ક્યાંય રસ્તામાં મળ્યો તો તેને પણ મારી મારીને ભુત બનાવી દઇશ’. દર્શનની વાતથી ગભરાયેલી યુવતીએ પોતાના પરિવારને જાણ કરીને સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ બાબતે દર્શનની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top