Dakshin Gujarat

ભરૂચ એલસીબીએ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પાનોલી હાઈવે પર ગોડાઉનમાં ચાલતુ કાસ્તાન ઝડપી પાડ્યું

ભરૂચ: ભરૂચ (Bharuch) એલસીબીએ (LCB) પાનોલી (Panoli) હાઇવે (High Way) ઉપર ગોડાઉન ભાડે રાખી ચલાવાતા કેમિકલ ચોરીના વેપલાને ઝડપી પાડ્યો છે. ભરૂચ એસ.પી. ડો.લીના પાટીલે જિલ્લામાં ઓર્ગેનાઇઝશન ક્રાઈમ કરતી ટોળકીઓ ઉપર નજર રાખવા સૂચના આપી હતી. ૨૪ મેટ્રીક ટન કાચું તેલ કિંમત રૂ.૩૦.૬૫ લાખ સાથે કુલ રૂ.૪૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે ૨ આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સોમવારે રાતે હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચેકિંગમાં પાનોલી પાસે લક્ષ્મી વજન કાંટા પાસે ગોડાઉન ભાડે રાખી કેમિકલ માફિયાઓ દ્વારા ચલાવાતો વેપલો રંગેહાથ પકડી પડાયો હતો. એલસીબીએ સ્થળ પરથી રાજસ્થાનના હેમરાજ લીખામારામ ચૌધરી અને જિતેન્દ્ર રતિલાલ પ્રજાપતિની ટેન્કરમાં મેટ્રીક ટન ચોરીનું ફેટી એસિડ સગેવગે કરતાં ધરપકડ કરી હતી. સ્થળ પરથી ચોરીનું ૨૪ મેટ્રીક ટન કાચું તેલ કિંમત રૂ.૩૦.૬૫ લાખ, ટેન્કર, રોકડા ૨૩,૫૦૦ અને 2 મોબાઈલ મળી કુલ રૂ.૪૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે હાઇવે પરથી પસાર થતા ટેન્કરચાલકો સાથે મળી કેમિકલ્સ સગેવગે કરવામાં મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિતને વોન્ટેડ જાહેર કરાયો છે.

સેવણી ફાર્મ હાઉસમાં દારૂ ઉતારતી વેળા જ પોલીસ ત્રાટકી: 24 લાખનો દારૂ ઝડપાયો
કામરેજ: કામરેજના સેવણી ગામે ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને સગેવગે કરવા જતાં પોલીસ ત્રાટકી હતી. વિદેશી દારૂ તથા બિયરના જથ્થાની કુલ બોટલ નંગ-16284 કિંમત રૂ.24,50,400 તેમજ મહિન્દ્ર પિકઅપ, કાર, મોટરસાઈકલ, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.32,76,400નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો. મંગળવારે કામરેજ પોલીસમથકના પીઆઈ એમ.એમ.ગીલાતરને સ્ટાફ સાથે રાત્રિના પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, સેવણી ગામની સીમમાં સેવણીથી ઓરણા જતા નહેરની બાજુમાં આવેલા બ્લોક નં.266 વાળા ફાર્મમાં રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી તેના માણસો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરી રહ્યો છે.

આ બાતમીના આધારે રેડ કરતાં ત્રણ ઈસમ સહિત આઈ-20માં સવાર સુરેશ મારવાડી તથા સાથે આવેલો એક ઈસમ, દારૂનો જથ્થો ઉતારી જનાર ઈસમ તેમજ પિકઅપના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસમાં પકડાયેલો મુસ્તાક ભાવનગરમાં દારૂ, મારામારીના અલગ અલગ ગુનામાં અગાઉ પણ પકડાઈ હતો.

Most Popular

To Top