Entertainment

સજદે મેં યું હી ઝૂકતા હું

સજદે મેં યૂં હી ઝુકતા હૂં, તુમ પે હી આકે રુકતા હું, કયા યે સબકો હોતા હૈ
હમકો કયા લેના હૈ સબસે, તુમસે હી સબ બાતે અબ સે, બન ગયે હો તુમ મેરી દુઆ
સજદે મેં યૂં હી ઝુકતા હું, તુમ પે હી આ કે રુકતા હું,કયા યે સબકો હોતા હૈ
હમકો કયા લેના હૈ સબસે,તુમસે હી સબ બાતેં અબ સે, બન ગયે હો તુમ મેરી દુઆ
ખુદા જાને કે મૈં ફિદા હું, ખુદા જાને મેં મિટ ગયા, ખુદા જાને યે કયું હુઆ હૈ
કે બન ગયે હો તુમ મેરે ખુદા
તુ કહે તો તેને હી કદમ કે મૈં નિશાનોં પે ચલું રુકું ઇશારે પે
તુ કહે તો ખ્વાબોં કા બના કે મૈં, બહાના સા, મિલા કરું સિરહાને પે
તુમસે દિલકી બાતેં સીખી, તુમસે હી યે રાહે સીખી,
તુમ પે મરકે મૈં તો જી ગયા, ખુદા જાને કે મેં ફિદા હું,
ખુદા જાને મૈં મિટ ગયા, ખુદા જાને યે કયું હુઆ હૈ,
કે બન ગયે હો તુમ મેરે ખુદા
દિલ કહે કે આજ તો છુપા લો તુમ પનાહો મેં
કે ડર હૈ તુમકો ખો દૂંગા, દિલ કહે સંભલ જરા
ખુશી કો ના નજર લગા કે ડર હૈ મેં તો રો દુંગા,
કરતી હું સો વાદે તુમસે, બાંધે દિલકે ધાગે તુમસે,
યે તુમ્હેં ન જાને કયા હુઆ,
ખુદા જાને કે મૈં ફિદા હું, ખુદા જાને મૈં મિટ ગયા
ખુદા જાને યે કયું હુઆ હૈ, કે બન ગયે હો તુમ મેરે ખુદા
સજદે મેં યું હી ઝુકતા હું, તુમ પે હી આકે રુકતા હું,
કયા યે સબકો હોતા હૈ
હમકો કયા લેના હે સબસે, તુમસે હી સબ બાતેં અબ સે,
બન ગયે હો તુમ મેરે તુ મેરી દુઆ
ખુદા જાને કે મેં ફિદા હું, ખુદા જાને મેં મિટ ગયા, ખુદા જાને યે કયું હુઆ હૈ,
કે બન ગયે હો તુમ મેરે ખુદા, કે બન ગયે હો તુમ મેરે ખુદા.

કે.કે.નું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું. ‘તડપ તડપ કે ઇસ દિલ સે’ (હમ દિલ દે ચૂકે સનમ)થી માંડી ‘આંખો મેં તેરી અજબ સી…’ (ઓમ શાંતિ ઓમ)થી માંડી ‘તુ હી મેરી શબ હે’ (ગેંગસ્ટર), ‘ઝિંદગી દો પલકી’ (કાઇટ્‌સ) સહિત અનેક ગીતોના આ ગાયકે 31મી મેના રોજ અચાનક વિદાય લીધી. 53 વર્ષ કાંઇ જવાની ઉંમર ન કહેવાય પણ કુદરત સામે કશું ન કહેવાય. પ્લે લિસ્ટમાં સમાવી શકાય તેવા તેના ઘણા ગીત છે, પણ અહીં તો ગીત સંભળાશે નહીં અને વધારે વાત ગીતકાર સંદર્ભે જ થશે. કે. કે. એક પાર્શ્વ ગાયક તરીકે ગીતોની સ્ટાઇલ અને ભાવ એ રીતે પકડતા કે નવી પેઢીને પોતાનો લાગ્યો. ‘સજદે મેં યું હી ઝૂકતા હૂં’ એવું જ એક ગીત છે. હિન્દી ફિલ્મોમાં સ્ત્રી ગીતકાર બહુ ઓછી છે, તેમાં આ એક છે. અન્વિતા દત્ત ગુપ્તા. ગીતો ઉપરાંત પટકથા, ડાયલોગ લખતી અન્વિતાનું આ ગીત સ્ત્રી કે પુરુષ ભાવ નહીં પ્રેમભાવનું ગીત છે.

સજદાનો અર્થ છે મક્કા સ્થિત કાબાની દિશામાં પ્રાર્થના કરવી. આપણી હિન્દી ફિલ્મના હિન્દુ નામ ધરાવતા પાત્રો ઉર્દુ, અરબી ભાષા અને ઇસ્લામ ધર્મ મુજબની અભિવ્યકિત પ્રમાણે કેમ પ્રેમ ગીત ગાતા હશે? આ સવાલ બહુ જૂનો છે. અન્વિતા દત્તે આ ગીતમાં આવા અનેક શબ્દ પ્રયોજયા છે. પણ જવા દો અત્યારે આ દિશામાં વધારે કહેવું નથી. અહીં પ્રેમી કહે છે, ‘સજદે મેં યું હી ઝૂકતા હું.’ પ્રાર્થનાના સ્થાન પર ગયા પછી સ્વયં ઝુકી જવાય. પણ અહીં આ પ્રાર્થના પ્રિયતમા માટેની છે, એટલે ‘તુમ પે હી આકે રુકતા હું’ કહે છે. પ્રાર્થનાનો આરંભ થાય ત્યારે તો ખબર નહોતી પણ પછી પ્રેમીને પ્રતીતિ થાય છે કે એ પ્રાર્થનાનો છેડો પ્રિયતમા પાસે જઇને અટકયો છે.

ગાનારને પોતાને ય જરા નવાઇ લાગે છે કે આમ કેમ? ‘કયા યે સબકો હોતા હે?’ શું આવું બીજાને ય થતું હશે? પ્રેમિકા તો પ્રેમિકા છે. તે પ્રેમમાં પડે તો બીજું નહીં વિચારે એટલે જવાબ વાળે છે, ‘હમ કો કયા લેના હે સબસે, તુમ સે હી સબ બાતેં અબસે, બન ગયે હો તુમ મેરી દુઆ.’ આપણને બધા સાથે શું લેવાદેવા? હવે ફકત તારી સાથે જ બધી વાતો. પછી ઉમેરે છે, ‘બન ગયે હો તુમ મેરી દુઆ’. પ્રેમીએ તો સજદામાં ઝૂકવાથી શરૂઆત કરેલી જ્યારે પ્રિયતમા કહે છે, તમે મારી દુઆ બની ગયા છો. સ્વયં પ્રાર્થના બની ગયા છો. તેણે સજદા માટે દૂર ઝૂકવું નથી. તે જેને ચાહે છે તે જ તેની દુઆ બની ગયો છે. પુરુષનો પ્રેમ વાચાળ છે, સ્ત્રીનો નહીં. પ્રેમી આગળ કહે છે, ‘ખુદા જાને કે મેં ફિદા હું, ખુદા જાને મેં મિટ ગયા, ખુદા જાને યે કયું હુઆ હે, કે બન ગયે હો તુમ મેરે ખુદા.’ પ્રેમ થયો છે તે સહુ પ્રથમ ઇશ્વર જ જાણે છે.

આ આખી સૃષ્ટિના તત્વ અને સ્વીકૃતિની વાત છે. તે આગળ કહે છે ખુદાને જ ખબર છે કે હું મટી ગયો છું ને ખુદા જ જાણે કે આમ કેમ થયું છે કે તમે મારા ખુદા બની ગયા. શરૂમાં ખુદા કહે છે, ત્યારે પરમ તત્વની વાત છે પણ આખર પ્રિયતમા જ ખુદા બની ગઇ છે. ખુદા વડે કરેલી શોધ પુરી થઇ ત્યારે પ્રેમે પ્રિયતમાને જ ખુદા બનાવી દીધી. હવે વારો પ્રિયતમાનો છે. તે તો પ્રિયતમને, પ્રેમને સમર્પિત છે એટલે કહે છે, ‘તું કહે તો તેરે હી કદમ કે મેં નિશાનોં પે ચલું, રુકું, ઇશારો પે’ તું કહે તો તારા પગલાના નિશાન પર જ ચાલું, અટકું. તારા જ ઇશારા હવે મને દોરવશે.

‘તું કહે તો ખ્વાબોં કા બના કે મેં બહાના સા મિલા કરું સિરહાને પે’. તું જો કહે તો સપનાનું બહાનું બનાવી તારા માથાના તકિયાએ મળ્યા કરીશ. પ્રેમીઓનું એક મિલન સ્થાન સપનામાં હોય છે ને સપના તમે સૂતા હો ત્યારે આવે. એટલે કહે છે કે સપનાના બહાને તને હું મસ્તક પાસે મળવા આવું. આ વાત પ્રેમીને પ્રસન્ન કરી દે છે. પ્રેમ થવા પહેલા પ્રેમની ભાષા ન આવડે એટલે કહે છે, ‘તુમસે દિલ કી બાતેં શીખી, તુમ સે હી યે રાહેં શીખી, તુમ પે મર કે મેં તો જી ગયા.’ તારાથી જ હૃદયની વાતો શીખ્યો, તારાથી જ આ રસ્તો (પ્રેમનો) શીખ્યો. હું તારી પર મરીને જીવી ગયો. ‘પ્રેમમાં મરવું’ કહેવું નવુ નથી પણ અહીં નવા સંદર્ભે નવુ અનુભવાય છે.

આમ, આપણે માનીએ છીએ કે પુરુષને પ્રેમમાં ડર નથી લાગતો પણ હકીકત જુદી છે. ‘દિલ કહે કે આજ તો છુપા લો તુમ પનાહો મેં, કે ડર હે તુમકો ખો દૂંગા, દિલ કહે સંભલ જરા, ખુશી કો ના નજર લગા કે ડર હે મેં તો રો દૂંગા.’ સેકસની વાત જુદી છે, આ વાત પ્રેમની છે. તે પ્રિયતમાને કહે છે કે મારું હૃદય કહે છે કે તું મને તારા શરણમાં છુપાવી લે, મને ડર લાગે છે કે કયાંક હું તને ગુમાવી દઇશ. હૃદય કહે છે કે સંભાળ જરા આનંદને નજર ન લાગે. મને ડર છે કે હું રડી પડીશ. હવે પ્રિયતમાના ઉત્તરમાં જે આશ્વાસન છે તે મઝાનું છે, ‘કરતી હું 100 વાદે તુમસે, બાંધે દિલ કે ધાગે તુમસે, યે તુમ્હેં ન જાતે કયા હુઆ?’ હું તને (એક નહીં) 100 વાયદા કરું છું કે તારી સાથે હૃદયના ઘણા બાંધ્યા છે.

મને સમજાતુ નથી, આ તને શું થઇ ગયું છે? પ્રેમ છે તો ડર શાનો? તું ચિંતા ન કર. એક નહીં 100 વાયદા કરું છું. જો પ્રેમમાં હોય તો આ ડર લાગવા જેવું ન થાય. પ્રેમ જ સૌથી મોટી સલામતી. આ ગીત હવે કે. કે.ના સ્વરમાં સાંભળી જુઓ. ગીતના ભાવને પકડવાની તેની રીત આ ગીતમાં અસર ઉપજાવે છે. સાથે જ પ્રેમમાં પડેલા યુવાનની ગભરુ અભિવ્યકિત પણ તેમાં છે. પ્રેમી અને પ્રિયતમા બંને આ ગીતમાં પ્રેમ બાબતે જુદા અનુભવાશે. ‘ખુદા જાને કે મેં ફિદા હું’ પંકિતમાં સ્વર એ રીતે ઊંચો થાય છે કે પૃથ્વીતત્વમાં આકાશતત્વ ભળે છે. પ્રેમમાં એવું જ હોય. વિશાલ શેખરે સ્વરાંકનમાં આ ભાવ બારબર ઉપસાવ્યો છે. તમે સંગીત વિના આ ગીતનો પાઠ કરી જુઓ ને પછી ગીત સાંભળો તો કે. કે., વિશાલ શેખર અને અન્વિતાની હાજરી વધારે વર્તાશે.

Most Popular

To Top