Dakshin Gujarat

નવસારીના શાહુ ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

નવસારી : નવસારી (Navsari) એલ.4 સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે શાહુ ગામ પાસેથી 26 હજારના વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહીત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે શાહુ ગામ હળપતિવાસ પાસે જાહેર રોડ પરથી એક વેગેનાર કાર (નં. જીજે-01-એચકયુ-5385) ને રોકી તપાસ કરતા તેમાંથી પોલીસને વિદેશી દારૂની 26,400 રૂપિયાની વિદેશી દારૂની 384 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે બારડોલીના સુરતીઝાંપા જમનાબા હોસ્પિટલ સામે રહેતા દિપકભાઈ બાબુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો.

પોલીસે દિપકભાઈની પૂછપરછ કરતા સુરત મહુવા તાલુકાના કવિઠા ગામે રહેતા પીયુષ પરસોત પટેલ અને તેના ભાગીદારોએ દારૂ ભરાવી આપ્યો હતો અને સુરત બોણંદ ગામે રહેતા લાલુ રાઠોડે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે પીયુષ, તેના ભાગીદારો અને લાલુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 1.50 લાખની કાર, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 200 રૂપિયા મળી કુલ્લે 1,81,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ધોળાપીપળા પાસેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે 1 ઝડપાયો
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ધોળાપીપળા ગામ પાસેથી 36 હજારના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજના ઉત્તર છેડે મુંબઈથી સુરત તરફ જતી ટ્રેક ઉપરથી એક ટેમ્પો (નં. જીજે-15-વાયવાય-6673) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 36 હજારની વિદેશી દારૂની 252 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના લીલાપોર બરૂડીયાવાસમાં રહેતા વિજયભાઈ ભાયલાલ માળીને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિજયભાઈની પૂછપરછ કરતા રીતેશ નામના ઇસમે દારૂ ભરાવી આપ્યો હતો અને વડોદરા ખાતે દિવેતભાઈને પહોંચાડવાનું કબુલ્યુ હતું. જેથી પોલીસે રીતેશ અને દિવેતભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 1 લાખનો ટેમ્પો, 2 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1460 રૂપિયા મળી કુલ્લે 1,39,460 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

આહવાનાં ચીંચલીથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં એસ.પી.રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન જુગારની બદીને ડામવા માટે ડાંગ એલ.સી.બીનાં પી.એસ.આઈ. જે.એસ.વળવીની ટીમે આહવાનાં ચીંચલી-કરજંડી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન એલ.સી.બી પી.એસ.આઈ જયેશ વળવીની ટીમને ચીંચલીનાં કાળાઆંબાના ખેતરમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા એલ.સી.બીની ટીમે રેડ કરતા જુગાર રમાડનાર અને રમનાર ચાર ઈસમો ભાવદાસભાઈ કૃષ્ણભાઈ સાબળે, હરિભાઈ પંડિતભાઈ બરડે, ગંગાઘર દશરથભાઈ સોનવણે (તમામ રહે. નીચલુ ફળીયુ. ચીંચલી) તથા અશોકભાઈ સીતારામભાઈ ગાવીત (રહે. કરંજડીગામ તા.આહવા)ની ધરપકડ કરી 9,550 રૂપિયાના મુદ્દામાલનો કબ્જો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top