Business

ચીનની કંપનીએ ભારતમાં લોન્ચ કરી ઇલેક્ટ્રિક પેસેન્જર કાર, વોરેન બફેટનું રોકાણ

નવી દિલ્હીઃ દેશના ઇલેક્ટ્રિક કાર (Electric Car) માર્કેટમાં રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે. ટાટા મોટર્સ (Tata Moters) હાલમાં ભારતમાં ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. કંપનીએ તાજેતરમાં તેની ઇલેક્ટ્રિક હેચબેક Tiago EV લોન્ચ કરી છે. આ અંગે ગ્રાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેનું બુકિંગ સોમવારથી શરૂ થયું હતું અને કંપનીની વેબસાઈટ જોતા જ અટકી ગઈ હતી. બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. કંપનીનો દાવો છે કે 24 કલાકમાં 10,000 યુનિટ બુક થયા છે. તેની પ્રારંભિક કિંમત 8.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ હવે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ટાટાને આકરા પડકારનો સામનો કરવો પડી શકે છે. તેનું કારણ એ છે કે ઈલેક્ટ્રિક કાર બનાવનારી ચીનની કંપની બીવાયડી (BYD)એ દેશમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ કરી છે. આ કંપનીમાં અમેરિકન પીઢ રોકાણકાર વોરેન બફેટનું (Warren Buffet) રોકાણ છે.

ચીનની કંપની ભારતમાં કોર્પોરેટ ફ્લીટ માટે ઈલેક્ટ્રિક બસો અને ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરી રહી છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર કંપનીએ ભારતમાં તેની Atto 3 ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી છે. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું કાર બજાર છે અને ટાટા મોટર્સ હાલમાં ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. ચીનની કંપની વિશ્વના ઘણા દેશોમાં ઇલેક્ટ્રિક કાર અને પ્લગ-ઇન ઇલેક્ટ્રિક હાઇબ્રિડ વેચી રહી છે. જેમાં નોર્વે, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, બ્રાઝીલ, કોસ્ટા રિકા અને કોલંબિયાનો સમાવેશ થાય છે.

કંપનીનો પ્લાન્ટ ચેન્નાઈમાં છે
BYD એ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે 2023 માં જાપાનમાં પેસેન્જર EVsનું વેચાણ શરૂ કરશે. તે 2024 સુધીમાં 150,000 કારનું ઉત્પાદન કરવા માટે થાઈલેન્ડમાં એક સુવિધા સ્થાપવાની પણ યોજના ધરાવે છે. કંપની પહેલાથી જ યુએસ, ભારત અને બ્રાઝિલ સહિત વિશ્વભરમાં 30 થી વધુ સુવિધાઓ ધરાવે છે. કંપનીએ સોમવારે થાઈલેન્ડમાં Atto 3 ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની આ કારને ભારતમાં એસેમ્બલ કરશે અને આ માટે તેને કોઈ નવા રોકાણની જરૂર નથી.

શેનઝેનની આ ઓટો અને બેટરી નિર્માતા કંપનીએ 2007માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનો પ્લાન્ટ ચેન્નાઈ નજીક છે. શરૂઆતમાં તેણે મોબાઇલ ફોન માટે બેટરી અને ઘટકો બનાવ્યા. 2013 માં તેણે સ્થાનિક ભાગીદારો સાથે મળીને દેશમાં બસોનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. 2021 માં કોર્પોરેટ ફ્લીટ ઓપરેટરો માટે e6 EV લોન્ચ કર્યું. ભારતમાં કંપનીનો પ્લાન્ટ વાર્ષિક 10,000 કાર એસેમ્બલ કરી શકે છે. કંપની આ પ્લાન્ટમાં Atto 3 એસેમ્બલ કરશે. કંપનીએ હજુ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી.

Most Popular

To Top