World

3 દેશ, વિશ્વનાં 8 નેતા અને 50 મોટા બિઝનેસ મેન સાથે મુલાકાત, પી.એમ મોદીના વિદેશ પ્રવાસની ખાસ વાતો

બર્લિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) 3 દિવસનાં વિદેશ પ્રવાસે છે. તેઓ આ દરમિયાન 3 યુરોપિયન(European) દેશોની મુલાકાત લેશે. પ્રથમ દિવસે તેઓ જર્મની(Germany)ની મુલાકાતે લેવાના છે. વડાપ્રધાન જર્મનીની રાજધાની બર્લિન(Berlin) પહોચ્યા જ્યાં તેનું ભવ સ્વાગત કરવામાં આવ્યું હતું. પી.એમ મોદીએ ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી હતી. પી.એમ તેઓની વચ્ચે પહોંચતા જ લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા થયા હતા. બાળકો હોય કે મહિલાઓ, બધા પીએમ મોદીને જોવા માટે આતુર દેખાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑફિસે બર્લિનના આઇકોનિક બ્રાન્ડેનબર્ગ ગેટ પર ભારતના રંગો અને વિવિધતાને દર્શાવી હતી.

વડાપ્રધાનનો બાળકો પ્રત્યેનો પ્રેમ
વડાપ્રધાનના સ્વાગત સમયે બાળકોએ વડાપ્રધાનનું ધ્યાન ખેંચી લીધું હતું. એક બાળકે પ્રધાનમંત્રી મોદી પાસે દેશભક્તિનું ગીત ગાયું હતું. જ્યારે એક નાની બાળકી વડાપ્રધાનનો સ્કેચ બનાવીને લઈને આવી હતી. બાળકીને પ્રધાન મંત્રીએ સ્કેચ બનાવવા પર સવાલ કરતા બાળકીએ જણાવ્યું હતું કે, તમે મારા ફેવરિટ આઈકન છો એટલે તમારી તસ્વીર બનાવી છે.

પી.એમ મોદી બિઝનેસ ઈવેન્ટને સંબોધશે
મોદી રાજધાની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. PM મોદી અને Scholz 6ઠ્ઠી ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (IGC)ની અધ્યક્ષતા કરશે. ઓલાફ સ્કોલ્ઝ ડિસેમ્બર 2021 માં જર્મનીના ચાન્સેલર બન્યા. નવી સરકારની રચના બાદ આ પ્રથમ IGC હશે. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ એક બિઝનેસ ઈવેન્ટને સંબોધશે. આ સિવાય પીએમ મોદી જર્મનીમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

પી.એમ મોદીની વિદેશ પ્રવાસ ખાસ
વડાપ્રધાન મોદીની આ મુલાકાત ખુબ ખાસ માનવામાં આવે છે. કારણકે આ મુલાકાત યુદ્ધ અને રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે થઇ રહી છે. યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાનો વિરોધ કરી રહ્યા છે. આ દેશોએ રશિયા પર ઘણાં પ્રતિબંધો પણ લગાવ્યા છે. જોકે ભારતની નીતિના તટસ્થ રહી છે.

આવતી કાલે પી.એમ મોદી ડેનમાર્કની મુલાકાત લેશે
ડેનમાર્કઃ પીએમ મોદી જર્મની બાદ ડેનમાર્કની મુલાકાતે જશે. અહીં રાજધાની કોપનહેગનમાં, ડેનમાર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડ્રિક્સન અને રાણી માર્ગ્રેથે સાથે વાત કરશે. અહીં પીએમ મોદી બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી અહીં ભારત-ડેનમાર્ક બિઝનેસ ફોરમ તેમજ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં પીએમ મોદી આઈસલેન્ડના વડાપ્રધાન કેટરિન જેકોબ્સડોટીર, નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પીએમ મેગડાલેના એન્ડરસન અને ફિનલેન્ડના પીએમ સન્ના મારિન સાથે બેઠક કરશે. 2018માં સ્ટોકહોમમાં પ્રથમ ભારત-નોર્ડિક સમિટ યોજાઈ હતી.

અંતમાં ફ્રાંસની મુલાકાત લેશે
વડાપ્રધાન મોદી તેમના વિદેશ પ્રવાસના છેલ્લા રાઉન્ડમાં થોડો સમય ફ્રાન્સમાં રહેશે. અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ વર્ષે ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી લગભગ 6 મહિના પછી વિદેશ પ્રવાસ પર ગયા છે. પીએમ મોદીએ છેલ્લી વખત ગત વર્ષે 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઈટાલી અને યુકેની મુલાકાત લીધી હતી. કોરોના સમયગાળા દરમિયાન પીએમ મોદીનો આ ચોથો વિદેશ પ્રવાસ હશે. 2021માં પીએમ મોદી ત્રણ વખત વિદેશ પ્રવાસે ગયા, જ્યારે 2020માં તેમણે કોઈ દેશની મુલાકાત લીધી ન હતી.

Most Popular

To Top