SURAT

સુરતના બિલ્ડર અને તેના 6 મિત્રો સાથે કરોડોનું ફ્રોડ કરનાર બક્સ કોઈનનો ડિરેક્ટર દિલ્હીથી પકડાયો

સુરત: (Surat) લંડનની (London) કંપની BITSO LIVES એ બહાર પાડેલા બક્સકોઈનમાં (Bucks Coin) રોકાણના (Invest) નામે સુરતના સાત રોકાણકારો સાથે 2.32 કરોડની ઠગાઈની (Cheating) ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં (Crime Branch) નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સગરામપુરાના બિલ્ડરે કંપનીના માલિક મોહસીન જમીલ, ડાયરેકટર ગણેશ સાગર,ચંદ્રશેખર બાલી અને મુખ્ય એજન્ટ વડોદરાના સી.એ પ્રશાંત બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડર સુશીલભાઇ દિપકભાઇ ડોક્ટરે જૂન 2017 માં લંડનની કંપની BITSO LIVES એ બહાર પાડેલા બક્સકોઈનમાં તેના મુખ્ય એજન્ટ વડોદરાના સી.એ પ્રશાંત બ્રહ્મભટ્ટ મારફતે કુલ 2.08 કરોડનું રોકાણ કર્યું હતું. તેમણે પોતાના છ મિત્રો હિરેન અશોકભાઇ ચેવલી, અભીષેકભાઇ દોરીવાલા, બરકતઅલી શેખ, હીરેન કિનારીવાલા, મયુર રૂપાવાલા અને જીગર કાપડીયા પાસે પણ 23.20 લાખનું રોકાણ તેમાં કરાવ્યું હતું. કંપની રોકાણની સામે આઈડી બનાવી જુદીજુદી સ્કીમમાં રોકાણ કરાવી 6 ટકાથી માંડીને 12 ટકા સુધીના વળતરની લાલચ આપતી હતી અને તેના સંચાલકો 20 મહિનાના રોકાણની સામે પૈસા ડબલ કરવાની પણ વાત કરતા હતા.

જોકે, બાદમાં કંપનીએ પાકતી મુદતે રોકેલી રકમ કે વળતર નહી ચુકવી એક્સચેન્જ પણ અપગ્રેડ કરવાનું બંધ કરી કરોડોમાં ઉઠમણું કયું હતું. આ ગુનામાં ક્રાઈમ બ્રાંચે ગણેશ શીવકુમાર સાગર (ઉ.વ- ૪૬ રહેવાસી એ/૧૦૪ સેક્ટર -૦૨ દ્રારકા એસ.બી.યુથ સોસાયટી દિલ્લી) ની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

આ રીતે ટોળકીએ રોકાણકારોને લલચાવ્યા
સગરામપુરા કાળા મહેતાની શેરી રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્સીમાં રહેતા સુશીલ દિપકભાઇ ડોક્ટર કન્સ્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા છે. 2017માં તેમના મિત્ર દિવ્યેશ ધ્રુવે નવા ક્રિપ્ટો એક્સચેન્જ બક્ષકોઇન વિશે માહિતી આપી હતી. આ કોઇનમાં દોઢ વર્ષમાં જ બે ગણા રૂપિયા થઇ જવાની વિવિધ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, ડાયમંડ, સુપર ડાયમંડ જેવી સ્કીમો આપવામાં આવી હતી. નવા ક્રિપ્ટો એક્સચેન્જ બક્ષ કોઇનનું કામકાજ સંભાળતા અને ગુજરાતના મેનેજર પ્રશાંત બ્રહ્મભટ્ટ સાથે સુશીલભાઇની મુલાકાત કરાવાઇ હતી. તેણે નવો બક્ષ કોઇન લંડનમાં વેપાર કરતા અને બિટ્સો લાઇવ્સ કંપનીના માલિક મોહસીન જમીલએ લોન્ચ કર્યો છે અને તેને સાગર ગણેશ શિવકુમાર ડિરેક્ટ કરી રહ્યો હોવાની માહિતી સુશીલભાઇને આપી હતી. ત્યારબાદ બક્ષકોઇનના પ્રમોશન માટે મલેશિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પ્રશાંત બ્રહ્મભટ્ટ સહિત ચીટર ટોળકીની વાતોમાં આવી જઇને શરૂઆતમાં જ સુશીલભાઇએ અલગ અલગ 38 સ્કીમોમાં રૂા.1.68 કરોડનું રોકાણ કરી નાંખ્યું હતું. બાદમાં પ્રશાંત બ્રહ્મભટ્ટ, લાંબા સમય સુધી નવું એક્સચેન્જ શરૂ નવી દિલ્હીના બિદાપુરમાં રહેતો ગણેશ શીવકુમાર સાગર, મોહસીન જમીલ, ચંદ્રશેખર બાલીએ ઓનલાઇન મીટિંગ તેમજ ઝૂમ મીટિંગ કરીને રોકાણકારોને લલચાવ્યા હતા

Most Popular

To Top