ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પર આકરા પ્રતિબંધો લગાવવાની અને ભારત તથા ચીન સહિત તેના તેલ અને ગેસના વેપારી ભાગીદારો પર ભારે ટેરિફ લાદવાની સત્તા આપશે. : લિન્ડસે ઓ ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026′ ગયા મહિને સંસદના અન્ય ગૃહ સેનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે સાંજે હાઉસમાં 262-159 મતોથી તેને મંજૂરી આપવામાં આવી હતી અને હવે આ બિલ ટ્રમ્પના હસ્તાક્ષર થઈને કાયદો બનવા માટે મોકલવામાં આવશે. 203 રિપબ્લિકન ઉપરાંત, 58 ડેમોક્રેટ્સ અને એક અપક્ષે આ કાયદાની તરફેણમાં મત આપ્યો હતો. જ્યારે સાત રિપબ્લિકન અને 152 ડેમોક્રેટ્સે તેનો વિરોધ કર્યો હતો. ડેમોક્રેટ્સનો વિરોધ મુખ્યત્વે ટ્રમ્પને આપવામાં આવતી ટેરિફ સંબંધી સત્તાઓ પર કેન્દ્રિત હતો. સાઉથ કેરોલિનાના રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પર આ બિલનું નામ રાખવામાં આવ્યું છે, જેમનું આ ખરડા માટે એક વર્ષથી વધુ સમય સુધી સમર્થન મેળવવાના પ્રયાસો કર્યા બાદ જુલાઈમાં અવસાન થયું હતું.
આ ખરડો રશિયાના નેતૃત્વ અને ઉર્જા ક્ષેત્ર પર જ નહીં, પરંતુ રશિયાને તેલના પુરવઠા પરના પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરતા જહાજોના ભૂતિયા કાફલા પર પણ પ્રતિબંધો લાદવાનો પ્રયાસ કરે છે. તે ટ્રમ્પને ચીન, ભારત અને અન્ય દેશો પર રશિયન તેલ અને ગેસ પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે આકરા ટેરિફ લાદવાની સાથે ઈરાન પર વધારાના પ્રતિબંધો લાદવાની સત્તા આપવાનો પણ પ્રયાસ કરે છે. ખરડો પસાર થયા બાદ ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે પત્રકારોને જણાવ્યું હતું કે, ચીન અને ભારત, તમે તમારું તેલ અને ગેસ કોઈ બીજી જગ્યાએથી ખરીદો તો જ સારું રહેશે. આ બિલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની યુએસની સત્તાવાર મુલાકાતના થોડા દિવસો પહેલા જ પસાર થયું છે. સેનેટે ગયા મહિને 86-11ના ભારે બહુમતી સાથે બિલ પસાર કર્યું હતું,પરંતુ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તેની ગતિ ધીમી પડી ગઈ હતી.
,