સુરત: સુરતમાં પણ હવે શ્રાવણિયા જુગારનિ બદી પ્રચલિત થતી જાય છે. ગઈકાલે પોલીસ કાર્યવાહી દરમિયાન શહેરના કોટ વિસ્તારમાંથી મોટી રકમના મુદ્દામાલ સહિત બાર વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા હતા.
મોટી છીપવાડના મકાનમાં ચાલતો હતો જુગાર
અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં સર્વેલન્સ સ્ટાફ દારુ-જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓની શોધમાં હતો, એ દરમિયાન બાતમીદાર તરફથી સૂચના મળી હતી કે ગોપીપુરા ખાતે આવેલ મોટી છીપવાડના ઘ. નં.-૮/૨૩૮૨+૨૩૮૩માં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.
બાતમીને આધારે પોલીસે તપાસ કરતા સદરહુ ઘરના ચોથે માળે આવેલ રૂમમાં પૈસા પાના વડે અંદર બહારનો હારજીતનો જુગાર રમી રહેલા કુલ ૧૨ ઇસમો ઝડપાયા હતા. જેમની યાદી આ મુજબ છે:
(૧) મનીષકુમાર ડાહ્યાભાઇ રાણા (મોટી છીપવાડ, ગોપીપુરા)
(૨) મનીષભાઇ કાંતીલાલ જરીવાલા (સંઘાડિયાવાડ, ગોપીપુરા)
(૩) જગદીશકુમાર મનહરલાલ રાણા (ક્ષેત્રપાલ શેરી, વાડી ફળીયા)
(૪) સુરેશચંદ્ર રતીલાલ રાણા (ક્ષેત્રપાલ શેરી, વાડી ફળીયા)
(૫) જયેશકુમાર રમેશચંદ્ર ચલકવાલા (રાણા) (ઇન્દરપુરા ખત્રીવાડ, સલાબતપુરા)
(૬) શૈલેષ હસમુખભાઇ રાણા (ગીરધર લાલજીની શેરી, સોની ફળીયા)
(૭) મનોજ કંચનલાલ જરીવાલા (માણેક ભવન, મોટી છીપવાડ)
(૮) ભદ્રેશ ઉફે નીતીન દલીચંદ્ર જરીવાલા (પુષ્પાનગર સોસાયટી, ભાઠેના)
(૯) રમેશચંદ્ર કંચનલાલ રાણા (પુષ્પાનગર સોસાયટી, ભાઠેના)
(૧૦) ભરતકુમાર ડાહ્યાભાઇ રાણા (અંબાનગર સોસાયટી, ખટોદરા)
(૧૧) રાજેશકુમાર રણછોડદાસ રાણા (માધવનગર સોસાયટી, ગોડાદરા)
(૧૨) હેમંતલાલ મોહનલાલ રાણા (પુષ્પાનગર સોસાયટી, ભાઠેના)
લાખોનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસે અંગઝડતી લેતા આ ઇસમો પાસેથી રોકડા રૂ. ૨,૬૭,૩૩૦/- તથા દાવના રોકડા રૂ. ૧૨,૩૫૦/- મળી કુલ રોકડા રૂ. ૨,૭૯,૬૮૦/- મળી આવ્યા હતા. એ સિવાય જુગાર રમતા ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ.૧૩, જેની કિંમત .રૂ.૨,૧૪,૦૦૦/- તથા જુગાર રમતા ઇસમોના અલગ-અલગ કંપનીના વાહનો નંગ.૦૮, જેની કિંમત રૂ.૩,૫૦,૦૦૦/- અને છુટા-છવાયા ગંજી પાના સહિતનો મુદ્દામાલ મળીને કુલ્લે કિંમત .રૂ.૮,૪૩,૬૮૦/- ની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.