Business

‘ગુજરાતમિત્ર’ને શુભેચ્છા

સુરતના પ્રામાણિક અને નીડર અરદેશર તાલિયારખાન નામના પારસી પત્રકારે  તા. ૧૩.૯.૧૮૬૩ના રોજ “સુરત મિત્ર “નામે દર રવિવારે છાપું પ્રકટ કર્યું. આ પત્રને લોકોનો પ્રતિસાદ સારો મળ્યો અને તેને એક જ વર્ષમાં નામ બદલીને  આ સમાચારપત્રને “ ગુજરાત મિત્ર’’ એવું નામ આપવામાં આવ્યું.આ અખબારમાં અંગ્રેજી અને ગુજરાતી એમ બે વિભાગોમાં સમાચાર છપાતા હતા. પાછળથી ‘ગુજરાતમિત્ર’ દૈનિક થયું હતું અને ત્યાર બાદ ગુજરાત દર્પણ પણ સાથે જોડાયું. દિનશાજીએ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે મંછારામ ઘેલાભાઈ અને કીકાભાઇ પરભુભાઈ અને અન્ય ૧૪ વ્યક્તિની કંપનીને વેચી દીધું હતું. ત્યાર બાદ માલિકો બદલાતા ગયા અને છેવટે ઉત્તમરામ રેશમવાલાએ ખરીદી લીધું.  હાલ ‘ગુજરાતમિત્રે’ તેની ૧૬૪મી વર્ષગાંઠ ઉજવી તે આપણા સૌ  ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. આટલું જુનું અખબાર આજના એ.આઈ.યુગમાં પણ પ્રકાશિત થઈ રહ્યું છે તે બદલ તેમના સંચાલકો ,તંત્રી શ્રી અને અન્ય કર્મચારી મંડળને ખૂબ ખૂબ અભિનંદન. આજના  સ્પર્ધાત્મક યુગમાં લોકપ્રિયતા ટકાવી રાખવી  તે ખૂબ આનંદની વાત છે. અખબાર નવાં નવાં શિખરો સર કરે એવી હાર્દિક શુભેચ્છા.
નવસારી           -હિતેન્દ્ર ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top