Dakshin Gujarat

ઊંચી વિદેશી બ્રાન્ડના દારૂની એક બે નહીં 27 હજાર બોટલ ગોવાથી સુરત લવાતી હતી, ને પલસાણામાં..

પલસાણા: (Palsana) પલસાણા ખાતે ને.હા-48 ઉપર સહયોગ હોટલ નજીકથી રેન્જ આઇજીની ટીમે દારૂ (Liquor) ભરેલા આઇસર ટેમ્પો (Tempo) સાથે ચાલકને ઝડપી (Arrest) પાડ્યો હતો. માલ-સામાનની બોગસ બિલ્ટીના આધારે ટેમ્પોમાં વિદેશી દારૂના જથ્થાની હેરફેરી કરવામાં આવી રહી હતી. ગોવાથી (Goa) 18.31 લાખનો દારૂ ભરી સુરત (Surat) તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે, પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સહિત કુલ રૂ.26.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

  • પલસાણામાં ટેમ્પોમાંથી 18.31 લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો
  • બાતમીના આધારે શંકાસ્પદ ટેમ્પોમાં તપાસ કરતા દારૂનો જથ્થો પકડાયો
  • વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ભરી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો
  • દારૂ, ટેમ્પો, રોકડ અને મોબાઈલ મળી કુલ 26.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
  • વિદેશી દારૂનો માલ ભરાવી આપનાર પંકજ જયસ્વાલ વોન્ટેડ જાહેર

પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેન્જ આઇજીની ટીમના પોલીસ સ્ટાફના માણસો પલસાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળતાં તેમણે પલસાણા બ્રિજ નીચે ને.હા-48 ઉપર સહયોગ હોટલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો નં.(એમ.પી-09-જી.જી-2528) આવતાં તેને અટકાવ્યો હતો. અને ટેમ્પોનો ચાલક મુકેશ મનોહર પટેલ (રહે., ભાટખેડી, તા.મહુ, જિ.ઈન્દોર, એમ.પી.)ને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન માલ-સામાનની બોગસ બિલ્ટી રજૂ કરી હતી. પોલીસે ટેમ્પોની પાછળના ભાગે તાડપત્રી હટાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 27,792 બોટલ કિંમત રૂ.18,31,200નો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો અને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.26.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આ વિદેશી દારૂનો માલ ભરાવી આપનાર પંકજ જયસ્વાલને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીથી ટેમ્પોમાં અંકલેશ્વર લઈ જવાતો ૮.૮૦ લાખનો દારૂ ઝડપાયો
વાપી : વાપીના કોપરલી ચાર રસ્તા પાસે એલસીબીની ટીમે એક ટાટા ટેમ્પોમાં ખાખી પુઠાના બોક્સની અંદર દમણીયા બનાવટના દારૂ લઇ જવાતો ઝડપી પાડ્યો હતો. દમણથી અંકલેશ્વર લઇ જવાતો ૧૭૫ બોક્સની અંદર ૪૭૪૦ બોટલ વ્હીસ્કી, બિયર જેની કિંમત ૮,૮૦,૮૦૦ બતાવવામાં આવી છે તે પોલીસે ઝડપી પાડી ટેમ્પો ડ્રાઇવરની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કોપરલી ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરીને સફેદ કલરના ટાટા ટેમ્પોને રોકી તેના ડ્રાઇવરને ઝડપી લઇ તપાસ કરતા વિદેશી બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. ટેમ્પો ડ્રાઇવર અરુણ શોભાસિંગ રાઠોડ જે વાપીના કંચનજંગા ધવલગીરી એપાર્ટમેન્ટમાં રહે છે. મૂળ યુપીનો રહેવાસી દમણમાં કોસ્ટલ હાઇવ પોલીકેપ કંપનીની સામે રોડ ઉપરથી ટેમ્પો લઇને નીકળ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેનો મિત્ર ઉમેશ રાઠોડ અને તે ઘણા સમયથી દારૂ ભરેલા ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. ગુરુવારે પણ ઉમેશ દ્વારા આ ટેમ્પો અંકલેશ્વરમાં વર્ષાહોટલની સામે પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ટેમ્પો સંજીવ ઉર્ફે સંજુ જયસ્વાલ અને વિકાસ જસ્વાલ દ્વારા ભરાવવામાં આવ્યો હતો. પોલીસે વાપી ટાઉન પોલીસમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી ડ્રાઇવર અરુણ રાઠોડને અટકમાં લઇ બાકીના ત્રણ આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top