Vadodara

વડોદરામાં કોંગ્રેસના અસ્તિત્વનો જંગ: 10% થી પણ ઓછી બેઠકો મળતા ‘વિપક્ષ’નું પદ ગુમાવવાની નોબત

​વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ડબલ ડિજિટમાં ભવ્ય વિજય મેળવી પોતાની સત્તા જાળવી રાખી છે, પરંતુ આ પરિણામોએ વિરોધ પક્ષો માટે ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સિંગલ ડિજિટ મેળવવામાં પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કોંગ્રેસને કુલ બેઠકોના 10% થી પણ ઓછી સીટ મળી હોવાથી હવે મહાનગરપાલિકામાં કાયદેસરનું ‘વિપક્ષનું પદ’ મળે તેમ પણ દેખાતું નથી. પ્રજાએ વિપક્ષને સંપૂર્ણપણે જાકારો આપતા કોંગ્રેસ હવે વિરોધ પક્ષના નેતા પદની ગરિમા જાળવવા માટે પણ અસમર્થ સાબિત થઈ રહી છે. લોકશાહીમાં જે પક્ષ મજબૂત વિપક્ષ તરીકે ઓળખાતો હતો, તેની આવી દશાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.

Most Popular

To Top