Business

‘ભારત દુનિયાને ખોરાક આપવા તૈયાર’, અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન

નવી દિલ્લી: રશિયા-યુક્રેન યુદ્ધને (Russia-Ukraine war) કારણે વિશ્વના ઘણા ભાગોમાં ખાદ્ય પદાર્થોનો ભંડાર (Food stores) ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત (India) મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (World Trade Organization) ભારતને મંજૂરી આપે તો ભારત તેના ખાદ્યપદાર્થોના સ્ટોકમાંથી વિશ્વને ખોરાક પૂરો પાડી શકે છે. તેમણે ગુજરાતના અડાલજમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન અને જન સહાયક ટ્રસ્ટના હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન કર્યા બાદ આ મોટું નિવેેદન કર્યુ હતુ.

વિશ્વના ખાદ્યપદાર્થોનો પૂરવઠો સમાપ્ત થવાને આરે છે
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે આ યુદ્ધને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં ખાદ્ય પદાર્થોનો ભંડાર ખતમ થઈ રહ્યો છે. જેના કારણે આજે વિશ્વ અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પેટ્રોલ, તેલ અને ખાતરની ઉપલબ્ધતા ઘટી રહી છે. તેમણે કહ્યું કે દુનિયાનો અનાજનો ભંડાર ખાલી થઈ રહ્યો છે તે એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યા હતા અને જો બાઇડને આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે સૂચવ્યું હતું કે જો WTO પરવાનગી આપે તો ભારત આવતીકાલથી વિશ્વને ખાદ્ય પદાર્થોનો સ્ટોક આપવા તૈયાર છે.

ભારતીય ખેડૂતોની પ્રશંસા કરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે પણ આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તે સમયે મોદીએ સૂચન કર્યું કે જો WTO પરવાનગી આપે તો ભારત આવતી કાલથી વિશ્વને ખાદ્યપદાર્થો પૂરા પાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસરને કારણે દરેક દેશ પોતાના ખાદ્યપદાર્થોના સ્ટોકને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ભારત પાસે પહેલાથી જ પૂરતું અનાજ છે, પરંતુ એવું લાગે છે કે ભારતના ખેડૂતોએ ખોરાકની વ્યવસ્થા કરી રાખી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં ખાદ્ય ભંડારનો પૂરવઠો પૂરો પાડતા પહેેલા ભારતને વિશ્વના કાયદાઓનું પાલન કરવું પડશે. તેથી તેમને નથી ખબર કે WTO આ કામ માટે ક્યારે પરવાનગી આપશે.

વડાપ્રધાન મોદીએ આ ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. તેમણે કહ્યું કે લોકોને જે જોઈએ છે તે મળતું નથી. તમામ દરવાજા બંધ થતાં પેટ્રોલ, તેલ અને ખાતર મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. વિશ્વનો ખાદ્ય પદાર્થોનો ભંડાર ખતમ થઈ રહ્યો છે.

Most Popular

To Top