પત્ની સાથે બોલાચાલી બાદ આવેશમાં આવી પગલું, કોબા ગામ બસ સ્ટેન્ડ પાસે ઝાડ પર ફંદો બનાવી આપઘાત કરી લીધો
વડોદરા તા.28
વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પારસીપુરા ખાતે રહેતા 33 વર્ષીય નીખીલભાઇ વિપીનભાઇ નાયકએ પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લાશને નીચે ઉતારી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડીયા તાલુકામાં લાલાભાઇ પટેલના ફાર્મ હાઉસ પર રહી કડીયાકામ મજૂરી કરતા મંગુબેન (ઉ.વ. 32) તેમનૈક પતિ નીખીલભાઇ વિપીનભાઇ નાયક રહેતા હતા. જે હાલ મૂળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચન્દ્રનગર મુવાડીના રહેવાસી હતા.
તા. 27 એપ્રિલના રોજ સાંજે આશરે 5 વાગ્યાના સમયે નીખીલભાઇએ પોતાની પત્નીને ફોન કર્યો હતો પરંતુ તેમણે ફોન કેમ ઉપાડ્યો નહોતો. જેના બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાદ તેઓ આવેશમાં આવી વાઘોડીયા તાલુકાના કોબા ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ સાઇડ પર આવેલા ઝાડ પર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતાર્યા બાદ કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.