Business

સુરતનું એરપોર્ટ

મુંબઈમાં ખરાબ હવામાનને કારણે સુરતના એરપોર્ટ પર ૯ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ. આ ૯ ફ્લાઈટ્સ પૈકી ૩ ફ્લાઈટ્સ તો ઇન્ટરનેશનલ હતી. એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ લેવલનાં વિમાનોનું સફળતાપૂર્વક લેન્ડીંગ સુરતના એરપોર્ટ પર શક્ય છે અને તેની જાળવણી તથા આટલાં બધાં પેસેન્જરોની સગવડો સાચવવાની ત્રેવડ પણ એરપોર્ટ ઓથોરિટી પાસે છે અને એક વાર આવા વિમાનનું લેન્ડીંગ થયું છે તો ટેક ઑફ પણ અવશ્ય થશે જ.

જો સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ આટલું સક્ષમ હોય તો ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ ગણી-ગાંઠી જ કેમ? સુરત સાથે મધ્ય પૂર્વના દેશોના દુબઇ ઉપરાંત સાઉદી અબુધાબી, કુવૈત, કતાર તથા પૂર્વમાં સિંગાપોર મલેશિયા જેવા દેશોના એરપોર્ટ સાથે સુરતની કનેક્ટિંગ ફ્લાઈટ્સનું આયોજન કરવામાં આવે તો ભવિષ્યમાં સુરતથી એક જ PNR પર અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોનો પ્રવાસ, વન સ્ટોપ લે ઓવર સાથે સરળતાથી થઈ શકે. સુરતને ખરા અર્થમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતાં અટકાવે છે કોણ? અરે, એરપોર્ટનું નામકરણ કરવામાં પણ વર્ષો થઈ ગયાં. હજી સુધી તેને યોગ્ય નામ પણ નથી આપી શક્યા.
સુરત     -હિરેન દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top