National

ગુજરાત મૂળના પાયલટ સ્મિત મછારે ઈઝરાયેલ જતી ફ્લાઈટમાં છરીના ઘા ઝીલી 180 લોકોના જીવ બચાવ્યા

દુબઈથી ઈઝરાયેલ જતી ફ્લાઈટના કેપ્ટનની ઓળખ સ્મિત મછાર તરીકે થઈ છે. સ્મિત ગુજરાતના વતની અને ભારતીય નાગરિક છે. તેમના સહ-પાયલટે તેમને ચાકુ મારીને વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્મિતે તે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ચાકુના ઘા વાગવા અને પુષ્કળ રક્તસ્રાવ થવા છતાં સ્મિતે સહ-પાયલટને વિમાનનું નિયંત્રણ સોંપવાનો ઇનકાર કર્યો અને 180 લોકોના જીવ બચાવ્યા.

સહ-પાયલટ સાથેની ઝપાઝપી દરમિયાન સ્મિત મછાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ૩૪,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું; સંઘર્ષ દરમિયાન વિમાન માત્ર બે મિનિટમાં ૧૭,૦૦૦ ફૂટથી વધુ નીચે ઉતરી ગયું હતું. ઓમાનના રહેવાસી એવા સહ-પાયલટે સ્મિત પર ચાકુથી હુમલો કર્યો હતો. અંતે વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને સહ-પાયલટની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. સ્મિતની હાલત ગંભીર છે.

ઈઝરાયેલી સરકારના જણાવ્યા અનુસાર બીજા પાયલટનો ઈરાદો વિમાનને ક્રેશ કરવાનો હતો. બહાર રહેલા મુસાફરોએ બંને પાયલટો વચ્ચેની ઝપાઝપી જોઈ, કોકપિટમાં ઘૂસી ગયા અને બીજા પાયલટને કાબૂમાં લીધો. કેપ્ટન સ્મિત એ પાયલટ છે જેમને આ ‘ફ્લાયદુબઈ’ (FlyDubai) ઘટના દરમિયાન ચાકુ મારવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટ FZ1073 નો માર્ગ બદલીને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.

કોણ છે સ્મિત મછાર?
ઈઝરાયેલ જતી ફ્લાઈટના પાયલટ સ્મિત મચ્છર મૂળ ગુજરાતી છે. સ્મિતે જૂન ૨૦૨૨માં ‘ફ્લાયદુબઈ’માં ‘ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન’ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે પહેલાં તેમણે જૂન ૨૦૧૧થી ૨૦૨૨ સુધી લગભગ ૧૧ વર્ષ ‘સ્પાઈસજેટ’ (SpiceJet) સાથે સેવા આપી હતી. તેમના સહ-પાયલટે તેમને ચાકુ મારીને વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્મિતે તે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ઈઝરાયેલી સરકારના જણાવ્યા અનુસાર, બીજા પાયલટનો ઈરાદો વિમાનને ક્રેશ કરવાનો હતો. સ્મિત ‘બોઇંગ 737’ વિમાન શ્રેણીના નિષ્ણાત છે અને સલામતી તથા નિયમોના પાલન પર વિશેષ ભાર મૂકે છે; તેમણે અન્ય પાયલોટોનું માર્ગદર્શન પણ કર્યું છે. મછાર વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવે છે.

પાઇલોટ્સ વચ્ચે થયેલી ઝપાઝપી અને અથડામણ બાદ ફ્લાયદુબઈના આ વિમાનને તબૂક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ બંને પાઇલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં બુધવારે સવારે લગભગ 9 વાગ્યે આ ઘટના બની હતી. આ કારણે 1 મિનિટની અંદર વિમાન લગભગ 17 હજાર ફૂટ નીચે આવી ગયું. ત્યારબાદ વિમાનમાંથી હાઇજેકનો એલર્ટ મોકલવામાં આવ્યો. ઇઝરાઇલે તાત્કાલિક ફાઇટર જેટ્સ રવાના કર્યા. તેમની દેખરેખ હેઠળ ફ્લાઇટનો માર્ગ બદલવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

Most Popular

To Top