Business

ઇતિહાસ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું માંગરોળ તાલુકાનું ગામ : કંસાલી

પ્રકૃતિના ખોળે વસેલું અને સુરત શહેરથી આશરે ૬૫ કિલોમીટરના અંતરે ધબકતું માંગરોળ તાલુકાનું ‘કંસાલી’ ગામ ઇતિહાસ અને આધુનિકતાનો સમન્વય ધરાવે છે. અંદાજે ૬૩૨ની વસતી ધરાવતા આ ગામનો ભૂતકાળ રસપ્રદ છે. સમયના વહેણ સાથે આ ગામનો ઇતિહાસ પણ પલટાયો છે. વર્ષો પૂર્વે આજના ‘વસરાવી’ નગરનો એક મહોલ્લો કંસારા જ્ઞાતિના કૌશલ્યથી ગુંજતો હતો અને ‘કંસારા ગામ’ તરીકે પોતાની ભાત પાડતો હતો. પરંતુ, સમયચક્ર અને કુદરતી હોનારતના થાપટે આખું ગામ સ્થળાંતરિત થઈ ગયું. ત્યારબાદ શ્રમ અને સાહસની મૂર્તિ સમાન ગામીત જ્ઞાતિના લોકોએ આ ભૂમિ પર નવી આશાના અંકુર વાવ્યા અને સમય જતાં આ સ્નેહભૂમિ ‘કંસાલી’ નામે અમર થઈ ગઈ. આજે કંસાલીના આંગણે ગામીત અને વસાવા સમાજના આદિવાસી ભાંડુઓ પરસ્પર પ્રીત અને સમભાવથી રહે છે. સીમ-ખેતરનો સાદ, પશુપાલનનો સાથ અને માટીની સુગંધ એ જ એમની મૂડી છે. ગામના પાદરમાં બિરાજમાન ગાયત્રી માતાજી અને ભાથીજી મહારાજનાં મંદિરો ગ્રામજનો માટે શ્રદ્ધાની જ્યોત પ્રગટાવે છે, જ્યારે રામાનંદી અને ગાયત્રી પરિવારના વિચારો તેમના જીવનને સદાચારનો માર્ગ બતાવે છે. અક્ષરજ્ઞાન અને જાગૃતિની સરવાણી વહાવતી પ્રાથમિક શાળા, આંગણવાડી અને વાચનાલય ગામના ભવિષ્યને કંડારી રહ્યા છે. હાલમાં સરપંચ હરેન્દ્રભાઈ રણછોડભાઈ ગામીતની લોકસેવા અને તેમનાં પત્ની તેમજ પૂર્વ સરપંચ અંકિતાબેન હરેશભાઈ ગામીતની જિલ્લા પંચાયત સભ્ય તરીકેની સફળ સફર ગામના રાજકીય અને સામાજિક નેતૃત્વની પરિપક્વતા દર્શાવે છે. ગામનાં પ્રત્યેક ફળિયાંમાં પાકા સી.સી. રોડ, ઘરઆંગણે પથરાયેલા પેવર બ્લોક, રાત્રિના અંધકારને ઉલેચતી એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ્સ અને સ્વચ્છતાની સુચારુ ગટર વ્યવસ્થા કંસાલીને એક આદર્શ ગ્રામ્ય જીવનના દર્શન કરાવે છે.

​ખેડૂતો માટે સિંચાઈની ઉત્તમ સુવિધા

પશુપાલન અને ખેતી ગામનો મુખ્ય વ્યવસાય છે. અહીં શેરડી, તલ, ઘઉં, જુવાર, તુવેર,મગફળી અને સોયાબીનનો પાક લેવાય છે. આજે પણ ખેતીકામ અને ઘાસચારો લાવવા માટે આધુનિક સાધનોની સાથે બળદગાડાનો બહોળો ઉપયોગ થાય છે. કંસાલી ગામના ખેડૂતો માટે એક સમયે ખેતી અને સિંચાઈ માટે માત્ર બોરવેલ જ એકમાત્ર આશરો હતો. પરંતુ સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના દીર્ઘદૃષ્ટિપૂર્ણ અને અથાક પ્રયાસોના પરિણામે ગામમાં ‘વડ (ઉદ્વવહન/ગોડધા) સિંચાઈ યોજના’ સાકાર થઈ છે. આ યોજના કાર્યરત થતાં જ ગ્રામજનોનું વર્ષો જૂનું સિંચાઈનું સંકટ દૂર થયું છે. હવે ખેડૂતોને બારેમાસ ખેતી માટે પૂરતું અને સતત પાણી મળી રહે છે. પાણીની ઉત્તમ સુવિધાથી પાકની ઉપજ વધતાં કંસાલી ગામના ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે વધુ સક્ષમ અને સમૃદ્ધ બન્યા છે. આ યોજના ગામના કૃષિ ક્ષેત્રે વરદાનરૂપ સાબિત થઈ છે. કંસાલી ગામના ખેડૂતો ગોડધા વડ ઉદવહન યોજના થકી ઘઉં, તલ, શેરડીની ખેતી કરતા થયા છે. સિંચાઈ યોજના ન હતી ત્યારે આકાશી રોજી કરતાં અને કૂવા અને બોરવેલથી લોકો ખેતી કરતા હતા. માંગરોળના ધારાસભ્યના અથાક પ્રયત્નોથી ગોડધા વડ ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ મળતો થયો છે. જેથી ખેડૂતો શાકભાજી તેમજ રોકડિયા પાકો લેતા થતાં તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. સિંચાઈ માટેની માંગરોળ તાલુકાના ખેડૂતોની વર્ષો જૂની માંગણી સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી છે. ગામમાં પીવાના પાણી માટે ૨૦ જેટલા હેન્ડપમ્પ, ૧૨ ટાંકીઓ, ૩ સમકૂવા અને એક મોટી ટાંકીની વ્યવસ્થા છે. પશુઓ માટે ૧૦ હવાડા બનાવવામાં આવ્યા છે. રટોટીના જંગલમાંથી આવતી કોતર પર ૧૧ ચેકડેમ બાંધવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું છે, જેનાથી ખેતી અને પીવાના પાણીની અછત દૂર થઈ છે.
મહંત શ્રી રમેશદાસજી મહારાજનો વ્યસનમુક્ત સમાજ નિર્માણનો સંકલ્પ

ધાર્મિક એકતા અને સંસ્કારથી સમૃદ્ધ કંસાલી ગામમાં રામાનંદી સંપ્રદાયના મહંત શ્રી રમેશદાસજી મહારાજ આધ્યાત્મિકતા અને સામાજિક સુધારણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વર્ષ-૨૦૧૦થી મહંત તરીકે સેવા આપતા મહારાજની દોરવણી હેઠળ આજે ૩૦૫થી વધુ શિષ્યો ભક્તિમાર્ગે અગ્રેસર છે. તેમના નિવાસસ્થાને મહાસુદ અગિયારસ, રામનવમી, જન્માષ્ટમી અને ગુરુપૂર્ણિમા જેવા પવિત્ર તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે, જ્યાં સમગ્ર ગ્રામજનો માટે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરી સમભાવની ભાવના દ્રઢ કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવો ઉપરાંત, મહારાજના માર્ગદર્શનથી ગામના અનેક લોકો દુર્વ્યસનો છોડી સંસ્કારી અને સ્વસ્થ જીવન તરફ વળ્યા છે. સાધુતા અને સમાજસેવાના આ અનોખા સમન્વયથી કંસાલી ગામમાં પ્રેરણાદાયી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
પૂર્વ સરપંચ અને વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય અંકિતાબેન ગામીતની ઉત્તમ કામગીરી
ગામના લોકપ્રિય અને સક્રિય મહિલા આગેવાન અંકિતાબેન હરેશભાઈ ગામીત પોતાના શ્રેષ્ઠ કાર્યો અને સેવાભાવને કારણે વિસ્તારમાં વિશેષ ઓળખ ધરાવે છે. વર્ષ-૨૦૧૬થી ૨૦૨૧ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ તરીકેના ૫ વર્ષના શાસનકાળમાં તેમણે ગામનો સર્વાંગી વિકાસ સાધ્યો હતો. તેમના કાર્યકાળમાં ગામના રસ્તાઓ પર પેવર બ્લોક, મુખ્ય રસ્તાઓનું મજબૂતીકરણ અને ગટર લાઈનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, નિરાધાર અને વિધવા બહેનોને વિધવા પેન્શન યોજનાનો લાભ અપાવી આર્થિક આધાર આપ્યો હતો. તેમની અથાક મહેનત અને લોકપ્રિયતાને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને જિલ્લા પંચાયતની સીટ ૨૨ (નાની નરોલી) પરથી ટિકિટ આપવામાં આવી હતી. જનતાના પૂર્ણ સમર્થનથી વિજયી બની હાલમાં તેઓ જિલ્લા પંચાયત સભ્ય તરીકે વિસ્તારના વિકાસ કાર્યોને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહ્યાં છે.
કંસાલી ગામના સરપંચ હરેશભાઈ ગામીતનું સામાજિક સેવામાં યોગદાન
કંસાલી ગામના સર્વાંગી વિકાસ અને સામાજિક કાર્યો પ્રત્યે સમર્પિત લોકપ્રિય સરપંચ હરેન્દ્રભાઈ રણછોડભાઈ ગામીત સતત લોકસેવામાં કાર્યરત રહ્યા છે. માત્ર ૨૦ વર્ષની નાની વયથી જ રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર હરેન્દ્રભાઈએ નાની ઉંમરથી જ ગામના ભલા માટે અવિરત કામગીરી હાથ ધરી છે. તેમના શાસનકાળ દરમિયાન ગામના યુવાનોના સ્વાસ્થ્ય અને રમતગમત કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે. યુવાનો માટે ગામમાં અદ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરાવવું એ તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. આ ઉપરાંત, તેઓ વિવિધ સામાજિક અને પ્રજાલક્ષી કાર્યોમાં સતત અગ્રેસર રહીને ગામના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. સ્થાનિક રહીશોમાં તેમની સક્રિયતા, સરળ સ્વભાવ અને લોકભિમુખ કાર્યોને કારણે ભારે આદર અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચરાના નિકાલ માટે ૪ શેડ બનાવાયા

રૂ.૨૫ લાખના ખર્ચે નવનિર્માણ પામી રહેલું પંચાયત ભવન અને કચરાના નિકાલ માટે ૪ શેડ બનાવવામાં આવ્યા છે. પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને વાંકલનાં અગ્રણી તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરીયા દ્વારા ગ્રાન્ટમાંથી રસ્તા અને પાણીનાં વિકાસકામો કરાયાં છે.

Most Popular

To Top