Charchapatra

દુનિયાનો સૌથી મોટો રોગ કયો?

દુનિયામાં અનેક રોગો છે, કેન્સર છે, હૃદયરોગ છે, ડાયાબિટીસ છે, ચેપી રોગો છે. પરંતુ એક એવો રોગ પણ છે, જેની કોઈ દવા નથી અને છતાં તે ધીમે ધીમે આખા સમાજને અંદરથી ખોખલો કરી રહ્યો છે. એ રોગ છે, માનવતાનો અભાવ. સમાજની સાચી પ્રગતિ મોટી ઈમારતો, રસ્તાઓ કે સંપત્તિથી જ માપી શકાતી નથી. સમાજ કેટલો માનવીય છે તે ત્યારે ખબર પડે છે, જ્યારે કોઈ નબળો પડે ત્યારે તેને ઊભો કરવા કેટલા હાથ આગળ આવે છે. કારણ કે અંતે માણસ પોતાની સાથે શું લઈ જાય છે એ નહીં, પરંતુ પાછળ કેટલાં લોકોના જીવનમાં પ્રેમ, મદદ અને માનવતાની છાપ મૂકી જાય છે—એ જ સૌથી મોટી કમાણી છે. દુનિયાની સૌથી મોટી દવા કદાચ દવાની દુકાનમાં નહીં, પરંતુ આપણા હૃદયમાં છે—“માનવતા.”
સુરત     -સંદીપ માંગુકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top