Trending

તબુકમાં સારવાર બાદ ફ્લાયદુબઈના બહાદુર પાયલટ સ્મિત મછારને અબુ ધાબી એર લિફ્ટ કરાયા

બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે કો-પાયલટે કોકપિટની અંદર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછાર પર છરી વડે હુમલો કર્યો. ગંભીર ઈજાઓ હોવા છતાં કેપ્ટન મછારે સંયમ જાળવી રાખ્યો અને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા, જેનાથી મુસાફરો અને ક્રૂ સભ્યો હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા. વિમાને સાઉદી અરેબિયાના તબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું જ્યાં કેપ્ટન સ્મિતને તબીબી સારવાર આપવામાં આવી; હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સાઉદી અરેબિયાથી અબુ ધાબી ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બની હતી, જે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન કો-પાયલટે કોકપિટની અંદર કેપ્ટન સ્મિત મછાર પર છરી વડે હુમલો કર્યો અને કથિત રીતે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો.

વિમાન એક મિનિટમાં ૧૭,૦૦૦ ફૂટ નીચે ઉતર્યું
ઘટના દરમિયાન વિમાન ઝડપથી નીચે ઉતરવા લાગ્યું. અહેવાલો સૂચવે છે કે વિમાન લગભગ એક મિનિટમાં ૧૭,૦૦૦ ફૂટ નીચે ઉતરી ગયું હતું, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઈજાઓ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલ્યો
હુમલામાં ઘાયલ થયા હોવા છતાં કેપ્ટન સ્મિત કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપિટમાં પ્રવેશ્યા અને કો-પાયલટને કાબૂમાં લીધો. ફ્લાઈટમાં ફ્લાયદુબઈના અન્ય બે પાયલટ પણ સવાર હતા અને તેમણે સાઉદી અરેબિયાના તબુકમાં વિમાનને સફળતાપૂર્વક સુરક્ષિત રીતે ઉતાર્યું. ફ્લાયદુબઈએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. મીડિયા અહેવાલો અનુસાર, ફ્લાઈટમાં ૧૭૪ મુસાફરો હતા, જેમાંથી ૧૬૬ મુસાફરો ઈઝરાયેલના નાગરિક હોવાનું જણાવાયું છે.

ગુજરાત સરકાર દ્વારા સન્માન
ઘટના બાદ કેપ્ટન સ્મિતને સાઉદી અરેબિયાના તબુક શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેમની સ્થિતિ સ્થિર છે. ગુજરાત સરકારે કેપ્ટન મચ્છરની બહાદુરીની કદર કરતા તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાહસની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ મચ્છરના પરિવાર તથા સાઉદી અધિકારીઓના સંપર્કમાં છે. ગુજરાત સરકારે કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને બિરદાવવા માટે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે મુસાફરોનો જીવ બચાવીને તેમણે ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.

કેપ્ટન સ્મિતની ઉંમર આશરે ૩૦ વર્ષ હોવાનું જાણવા મળે છે. તેમની પાસે ૧૩ વર્ષથી વધુનો કોમર્શિયલ ફ્લાઇંગનો અનુભવ છે. તેઓ બોઇંગ ૭૩૭ વિમાન ઉડાવે છે અને ૨૦૨૨થી ‘ફ્લાયદુબઈ’ (flydubai) સાથે કાર્યરત છે. અગાઉ તેઓ ‘સ્પાઇસજેટ’ (SpiceJet) સાથે પણ કામ કરી ચૂક્યા છે.

અભ્યાસ દરમિયાન ઉડ્ડયન ક્ષેત્રે વધેલી રુચિ
૨૦૨૫ના એક પોડકાસ્ટમાં સ્મિતે જણાવ્યું હતું કે મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે એક સેમિનારમાં હાજરી આપ્યા બાદ ઉડ્ડયન ક્ષેત્રે તેમની રુચિ જાગી હતી. મચ્છરે તેમની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટને તેમાં રહેલી ભારે જવાબદારીને કારણે “ડરામણી” ગણાવી હતી; જોકે સમય જતાં તેઓ દબાણનો સામનો કરતા શીખી ગયા હતા.

Most Popular

To Top