Vadodara

આર.વી. દેસાઈ રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ,હજારોનો મુદ્દામાલ બળીને ખાક

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

વડોદરા શહેરના આર.વી. દેસાઈ રોડ પર ગોયાગેટ સોસાયટી સામે આવેલા ગુરુનાનક અને નરસિંહ પ્રોવિઝન સ્ટોરમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દુકાનના ઉપરના માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આગ આખી દુકાનમાં પ્રસરી ગઈ હતી. આગની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top