દુનિયાની સૌથી વિશાળ લોકશાહી ધરાવતા ભારત દેશમાં ચૂંટણીપંચની વિશ્વસનીયતા સામે, પક્ષપાત કર્યાના, ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવા જેવા ગંભીર આક્ષેપો થતાં હોય તેવા સમયે ન્યૂઝ ચેનલ પર દેશની સર્વોચ્ચ અદાલત તેમજ આંતરરાષ્ટ્રીય અદાલતના વિદ્વાન વકીલમિત્ર નિવેદન કરી જણાવે કે, ભારત દેશમાં ‘ Instagram Trial ‘ થકી સોશ્યલ મીડિયા પર કાયદાકીય બાબત અનુમાનિત થાય છે, કેટલાક ‘ Stand up comedians ‘ બંધારણીય સંસ્થાઓની તેમજ લોકપ્રતિનિધિઓની વ્યંગાત્મક ટિપ્પણીઓ કરતા હોય છે જે દેશની વૈશ્વિક છબીને હાનિકારક છે. અમેરિકા જેવા દેશમાં પણ ચૂંટણીમાં ગેરરીતિઓ થવાના આક્ષેપો થાય છે તેથી તે માટે કોર્ટ જ એક વિકલ્પ છે. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જ્યારે કોર્ટમાં વર્ષોથી પેન્ડીંગ કેસોના નિકાલ થવાના બાકી હોય ‘Judicial Trial’ માટે દરેક ગેરરીતિઓ બાબતે નામદાર કોર્ટ સમક્ષ જવું બુદ્ધિગમ્ય કહી શકાય? મતાધિકાર લોકશાહી દેશ માટે અનિવાર્ય હોવાનું માનવા માટે વિશ્વસનીય લોકો શોધવા કયાં?
સુરત -પ્રફુલ ઝવેરી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.