નવરાત્રી હવે નવ રાતની નથી રહી. છેલ્લાં બેએક વર્ષથી, પ્રિ નવરાત્રી નામનું એક નવું ગતકડું નીકળ્યું જે શ્રાદ્ધપક્ષની રાત્રીઓમાં યોજાય છે. જેમ સફેદ રંગ કે અન્ય રંગના પોશાકનો ડ્રેસકોડ આયોજકો તરફથી રાખવામાં આવે છે. સામાન્ય સમજથી વિચારો તો આ દિવસોમાં આયોજકો, સંગીતકારો, ગાયકો, મંડપવાળાઓ આ ગાંડી ગુજરાતણોને ઘેલી કરે છે. જ્યાં પૈસા ખંખેરી લેવા સિવાય કોઈ ઉદ્દેશ નથી. ઉત્તર ગુજરાતનાં લાખો શ્રદ્ધાળુઓ અંબા માતાને નોરતામાં પધારવાની વિનવણી કરવા જાય છે. એવા સમાચાર છે જ્યારે આપણે ત્યાં જેમાં કોઈ ભક્તિ કે માતાજીની આરાધના નથી એવાં આયોજનોને રંગેચંગે વધાવવાની હોડ લાગી છે. બહેનોનાં વિવિધ મંડળો, સો.મીડિયા તથા વર્તમાનપત્રો થકી આવાં વરવાં પ્રદર્શનોને બિલકુલ પ્રોત્સાહિત નહીં કરવાં જોઈએ.
સુરત -ભૂપેન્દ્ર રાયજી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.