નવી દિલ્હી (New Delhi): છેક જૂન મહિનાથી સરહદ પર આક્રમક વલણ બતાવનારા ચીનનો (India China Face Off) આપણે જોર શોરથી બહિષ્કાર કર્યો...
સુરત: (Surat) સુરત શહેરમાં આજે સતત ચોથા દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું (Cold) જોર યથાવત રહ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 12 પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ (Police) વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય બેરોજગારીનો દર અને ગ્રામીણ બેરોજગારીનો દર ડિસેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે. આ દર્શાવે છે કે...
નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/Covid-19/Sars Cov2) એક એવો ચેપ છે જે બધા જ માટે નવો છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ...
અથર્વવેદના બારમા કાંડનું પ્રથમ સૂકત પૃથિવી સૂકત તરીકે પ્રસિધ્ધ છે જેમાં પૃથિવી માતા અર્થાત માતૃભૂમિના પ્રત્યે કર્તવ્યનો ઉપદેશ રાજા અને પ્રજાને આપવામાં...
ખુબ મોટી સંવેદનશીલ અને માનવતાથી ભરી ઘટના આ કહેવાય. સુરતનો જશ માત્ર અઢી વર્ષનો અને કામ કરી ગયો લાંબી જીવનારા ન કરી...
મહાદેવ દેસાઇ ગાંધીજી અને રાજાજી સાથેનો એક પ્રસંગ મહાદેવ દેસાઇના જ શબ્દોમાં. સત્યાગ્રહના દિવસો દરમિયાન ગાંધીજીની સાથે હું મેંગલોરથી મદ્રાસ તરફ ટ્રેનમાં...
અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટા ચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ...
કૃષિ કાયદા (KRISHI BILL)ના મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચે આઠમી વાટાઘાટ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે પણ વાતચીત નિરર્થક રહી હતી....
મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને...
રાજ્યમાં એલઆરડી (LRD) ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે તેવી માંગણી...
શિવસેનાના સાંસદ સંજય રાઉત(SANJAY RAUT)ની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસમાં પહોંચી હતી. 5 જાન્યુઆરીએ તેમને પીએમસી બેંક કૌભાંડમાં મની લોન્ડ્રીંગની...
લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ...
ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન (COVAKSHIN)અને કોવિશિલ્ડ(COVISHEILD) ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ...
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
ભારતમાં કોરોનાનો ગ્રાફ ઇટાલી જેવો જ દેખાય છે. તફાવત માત્ર સમયનો છે. કોરોનાવાયરસના કેસો અને મૃત્યુના મામલે ભારત હવે ઇટાલીના માર્ગ પર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, વડા...
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે લોકડાઉન 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં...
કોરોનાવાયરસ ચેપના દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 200થી વધુ થઈ ગઈ છે. જ્યારે 184 લોકોના મોત થયા છે. ગુરુવારે 157 રિપોર્ટ પોઝિટિવ...
સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી...
કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત...
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ, 5 મુસાફરો ઘાયલ
મમતાના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારી બોલ્યા, ‘બંધારણમાં બધું જ લખેલું છે, વધારે કંઈ કહેવાની જરૂર નથી’
પ્લેઓફ રેસમાં મોટો ઝટકો? દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી, CSKનો દબદબો
હાર પચાવી ન શકયા મમતા બેનર્જી, યોજી પ્રેસ કોન્ફરેન્સ, જાણો શું બોલ્યા…
હનુરામની દાલ કચોરીનો નમૂનો અનસેફ, લોકોના આરોગ્ય સાથે ચેડા
એમએસયુની મેમોરિયલ લાયબ્રેરીમાં પીવાના પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન
વડોદરામાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 4347 બાળકોને શાળા ફાળવાઈ, 462ના પ્રવેશ મંજૂર
વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ
ધોરણ-12ના પરિણામ બાદ GCASના માધ્યમથી 7થી 28 મે સુધી રજિસ્ટ્રેશન
આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, WhatsApp પર પણ મેળવી શકાશે, જાણો કેવી રીતે…
અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’થી છંછેડાયેલા ઇરાને કહ્યું, ‘અમે તો હજુ શરૂઆત પણ નથી કરી’…
દિલ્હી–મુંબઈ હાઈવે પર ભાટપુરા પાસે ભીષણ અકસ્માત, એક જ પરિવારના 3ના મોત
હારવા છતાં હઠ પર ઉતર્યા મમતા બેનર્જી, અમે ચૂંટણી હાર્યા જ નથી તો રાજીનામું શાને આપું?
બંગાળ-આસામ જીત બાદ દેશની 80% વસ્તી પર ભાજપનું શાસન, રાજ્યસભામાં પણ રસ્તો થયો સરળ
કોણ બનશે બંગાળના નવા CM? 9 મેના શપથ પહેલા સસ્પેન્સ, રેસમાં શુભેન્દુ, દિલીપ, શમિક અને ઉત્પલ, કોણ મારશે બાજી?
સ્ટેજ પર ભાવુક દિલજીત: ‘મને ક્યાં જવું તે સમજાતું નથી’, બે તરફથી ટીકા વચ્ચે દિલજીત દોસાંઝનું દુઃખ છલકાયું
વડોદરા : એકના ડબલની લાલચમાં નકલી નોટનો કારોબાર, ખાનગી યુનિ.ના 5 વિદ્યાર્થી સહિત 6 ઝડપાયા
લવ, લાફ્ટર અને ફેમિલી બોન્ડિંગ, સોશિયલ મીડિયા પર છવાયો સેઠી પરિવાર: ક્યૂટ સ્વાગતનો વીડિયો ચર્ચામાં
બંગાળમાં TMC પાર્ટીમાં ભૂકંપ, 35માંથી 22 દિગ્ગજ નેતાઓની કારમી હાર
દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે બે શક્તિશાળી મહિલાઓ વચ્ચે રસપ્રદ રેસ
સિંગવડના પિસોઈ ગામે વૃદ્ધાની જમીન પચાવવાનો આરોપ, ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
દંતેશ્વરની સમૃદ્ધ રેસિડેન્સીમાં શોકનો માહોલ, શ્વાસની તકલીફ ઉપડતા 45 વર્ષીય પ્રોઢનુ મોત
કેજરીવાલને મળશે મોટું સરપ્રાઇઝ? ભગવંત માનની મુલાકાત પહેલા કોંગ્રેસના ગંભીર આક્ષેપ
આલમગીર પાસેની કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાંથી વીજ ચોરીનો પર્દાફાશ, વીડિયો વાયરલ
દિવસ-રાત મહેનતથી તૈયાર કરાયેલું 3 કિલોનું કમળ બંગાળ જીત પર PM મોદીને ભેટ કરાયું
વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનો કંટાળો, તંત્ર સામે ગ્રામજનોમાં રોષ
કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી કચ્છમાં રમતગમતને પ્રોત્સાહન – 105 મેદાનોને મળ્યો સત્તાવાર દરજ્જો
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો કેસરિયો ધ્વજ લહેરાયો – ભાજપના હર્ષદ પરમારની 30,743 મતોથી જીત
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ
ગોધરા શહેરમાં ફ્લાયઓવરની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન: એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર
નવી દિલ્હી (New Delhi): છેક જૂન મહિનાથી સરહદ પર આક્રમક વલણ બતાવનારા ચીનનો (India China Face Off) આપણે જોર શોરથી બહિષ્કાર કર્યો (#BoycottChina). સરકારે આત્મનિર્ભર ભારતના (Aatma Nirbhar Bharat #आत्मनिर्भरभारत) અનેક સૂત્રો અને ભાષણો આપ્યા પછી પાછલા બારણે ચીની કંપનીને 1000 કરોડનો પ્રોજેક્ટ આપવાની શી જરૂર પડી? સમાચાર આવ્યા છે કે નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ દિલ્હી-મેરઠ RRTS (Rapid Railway Transport System) પ્રોજેક્ટ માટે નવા અશોક નગરથી સાહિબાબાદ સુધી 5.6 કિમી લાંબા ભૂગર્ભ માર્ગના નિર્માણ માટે ચાઇનીઝ કંપની સાથે કરાર કર્યો છે. ચીની કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ લિ.ને આ પ્રોજેકટ અપાયો છે.

બીજી તરફ, સરકાર દલીલ કરે છે કે રેપિડ રેલ્વે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ કરતી એનસીઆરટીસીએ બધી કાયદેસરની પ્રક્રિયા અને માર્ગદર્શિકા મુજબ આ કરાર કર્યો છે. જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ કોઇ નાની કિંમતનો નથી, આ પ્રોજેક્ટ 1000 કરોડનો છે. આ મુદ્દે હવે વિપક્ષ સહિત RSS પણ સરકાર પર ચઢી બેઠી છે. RSSની સહયોગી સંસ્થા “સ્વદેશી જાગરણ મંચે” સરકારને આ બોલી રદ કરવાની માંગ કરી છે. સ્વદેશી જાગરણ મંચ ભૂતકાળમાં ચીનનો પ્રબળ વિરોધી રહ્યો છે. આ સંગઠને સરકારને ચીની કંપનીને આપવામાં આવેલ કરાર રદ કરવાની અને તેના બદલે સ્વદેશી કંપની બનાવવા માંગ કરી છે.
સ્વદેશી જાગરણ મંચનો દાવો છે કે જો સરકારે આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવું છે, તો ચીની કંપનીઓને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં બોલી લગાવવાનો અધિકાર હોવો જોઈએ નહીં. સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ કન્વીનર અશ્વની મહાજને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીને ચીની કંપનીની બોલી રદ કરવા જણાવ્યું છે.
चीन का सम्मान, किसानों का अपमान।
— Congress (@INCIndia) January 4, 2021
नहीं भूलेगा हिंदुस्तान।।#ChinawadiModiSarkar pic.twitter.com/m1jYo2dhZI
બીજી બાજુ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલય કહે છે કે આ કરારને નિર્ધારિત પ્રક્રિયા અને માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવ્યો છે અને ભારતીય કંપનીઓને સંપૂર્ણ તક આપવામાં આવી હતી. જણાવી દઇએ કે 9 નવેમ્બર, 2019 ના રોજ ન્યૂ અશોક નગરથી દિલ્હી ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર સાહિબબાદ સુધીની ટનલના નિર્માણ માટે પાંચ કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં ચીની કંપનીએ સૌથી ઓછી 1126 કરોડ રૂપિયાનું કવૉટેશન આપ્યુ હતુ. ટાટા પ્રોજેક્ટ લિ.એ (Tata Project Ltd.) કોરિયાના એસકેઇસીના સહયોગથી બોલી લગાવી હતી. તેની બોલી 1346 કરોડ રૂપિયા હતી. L & Tએ 1170 કરોડ, ગુલમાર્કે 1326 કરોડ અને આફકન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 1400 કરોડની બોલી લગાવી હતી. આ આખી ઘટના અંગે કોંગ્રેસે ટ્વિટ કર્યું છે કે, ‘ચીન પ્રત્યે આદર, ખેડૂતોનું અપમાન. ભારત ભૂલશે નહીં.’.