કોરોનાની રસી 8 મહિનામાં તૈયાર થઇ જશે: ઓક્સફર્ડ યુનિ.સંશોધકોને વિશ્વાસ

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની આ વાત ઘણી રાહતરૂપ છે કારણ કે અત્યાર સુધી એવી વાતો ચાલતી હતી કે રસી તૈયાર થતાં એકથી દોઢ વર્ષ જેટલો સમય નીકળી જશે.

આ મહિનાથી જ સ્વયંસેવકો પર આ રસીના પરીક્ષણો શરૂ થઇ જશે. પ૦૦ કરતા વધુ સ્વયંસેવકો આ પરીક્શણમાં ભાગ લઇ રહ્યા છે અને સપ્ટેમ્બર સુધી પરીાણો ચાલશે. અને આ રસી પાનખર ઋતુ સુધીમાં તૈયાર થઇ જશે જે યુકેમાં શિયાળાની શરૂઆતનો સમય હોય છે.યુકેના એક મોટા પરીક્ષણ પાછળ કામ કરતા વૈગ્નાનિકોની આ વાત ઘણી જ રાહત રૂપ છે કારણ કે અત્યાર સુધી એવી વાતો હતો કે આ રસી તૈયાર થતા દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે કે વહેલામાં વહેલી તે એક વર્ષના સમયમાં તૈયાર થઇ શકે છે. જો કે ઓક્સફર્ડની ટીમે આ સાથે એવી પણ ચેતવણી આપી છે કે આ રસી પરીક્ષણ માટે તૈયાર થાય તે પહેલા રોગચાળો વેગ પકડી લે તો તે પડકારરૂપ બાબત બનશે કારણ કે કોને ચેપ લાગી ચુક્યો છે તે ચોક્કસ જાણવા માટેનું કોઇ પરીક્ષણ ઉપલબ્ધ ન હોવાથી આ ટ્રાયલમાં ભાગ લેવા માટે બિલકુલ ચેપવિહીન લોકોને શોધવાનું કામ મુશ્કેલ બનશે. જો કે અત્યાર સુધીમાં ૧૮થી પપ વર્ષની વયના પ૦૦થી વધુ સ્વયંસેવકોએ આ રસીના પરીક્ષણમાં ભાગ લેવા માટે હસ્તાાર કર્યા છે અને પરીક્ષણો આ મહિનાના અંત સુધીમાં શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યુકેમાં આ વાયરસજન્ય રોગથી ૭૧૦૦ના મોત થયા છે તથા પપ૦૦૦ને ચેપ લાગ્યો છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સંશોધકોએ તૈયાર કરેલા મોડેલિંગ પ્રમાણે ૧૭ એપ્રિલે બ્રિટનમાં આ રોગચાળની ટોચ આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top