Home Articles posted by OnlineDesk3
ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે આગામી ૪૮ થી ૭૨ કલાકમાં સાયક્લોન ડેવલપ થવાની આગાહી કરવામાં આવી હતી. આ સાથે જ સાયક્લોન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના ભાગે ખંભાતના અખાત તરફ હિટ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આશરે ૨૦૦ કિલોમીટર દૂર ૪૮ થી ૭૨ કલાકમાં એક […]
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત ચાલી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. સાથે જ ડિસ્ચાર્જનો આંકડો વધારે બતાવવા દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના જ એક નિવૃત્ત કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવે તે પહેલાં […]
મોદી સરકારના બીજા કાર્યકાળને શનિવારે એક વર્ષ પૂર્ણ થયું. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સરકારની ઉપલબ્ધિઓ બતાવવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સરકારે આર્ટિકલ 370 ને દૂર કરવા અને ત્રિપલ તલાક અંગે કાયદા લાવવા જેવા ઘણા એતિહાસિક નિર્ણયો લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ […]
કોરોના મહામારી દરમિયાન વિદેશમાં ફસાયેલા વડોદરા અને ભરૂચ જિલ્લાના ૧૯૭ લોકોને ભારતમાં લવાયા બાદ તેમને ભરુચની કે.જે. પોલીટેકનીક ગર્લ્સ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઈન કરાયા છે. વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સમગ્ર વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં વિશ્વના ઘણા દેશોમાં ભારતીયો પણ ફસાયેલા હતા. ભારત સરકારે તાજેતરમાં જ વિદેશમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવાની કવાયત હાથ ધરી છે. […]
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદી ઝાપટા પડ્યા હતાં. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. નવસારીના ખેરગામ, દમણ તેમજ વલસાડમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે સાપુતારામાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સુરત શહેરમાં પણ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં પલટો આવવાને કારણે દક્ષિણ ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત
વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુજ નહિ પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ […]
જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસના કહેરથી મુશ્કેલીમાં છે, જેમાં વિશ્વની મહાસતા અને ટેકનૉલોજીમાં આગળ પડતાં દેશોએ પણ કોરોનાની સામે ધૂટને ટેકવું પડયું છે, કોરોનાથી મૃત્યુ આંક સૌથી વધારે જ્યારે વિકસિત દેશોમાં નોધાયો છે એક સમાચાર સાંભળી તમે પણ વિચારતા થઈ જશો, જી હા ચીનને સરહદે એક એવો દેશ છે જ્યાં આ વૈશ્વિક રોગચાળાને કારણે એક […]
રાજ્યમાં આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત Windy.com વેબસાઈટ અનુસાર વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. જોકે, આ અંગેની […]
શનિવારે દિલ્હીથી મોસ્કો જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટના પાયલોટ કોરોના પોજેટીવ છે એ પાછળથી માલૂમ પડતાં તે ફલાઈટને દિલ્હી પાછી બોલાવવામાં આવી હતી. તે સમયે, ફ્લાઇટ ઉઝબેકિસ્તાન પહોંચી હતી. ખરેખર, પાઈલોટની કોરોના રિપોર્ટ ફ્લાઇટ રવાના થતાં પહેલાં તપાસવામાં આવે છે. કર્મચારીઓ ભૂલથી પાયલેટનો પોઝેટિવ રિપોર્ટ નેગેટિવ વંચાઈ ગયો અને પાઇલટને મોસ્કો મોકલ્યું હતું. સદ નસીબે […]
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો ઘરે પણ સ્વસ્થ થઈ રહ્યા છે. કેજરીવાલના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસમાં 8500 કોરોના કેસ સામે આવ્યા છે, પરંતુ ફક્ત 500 જ હોસ્પિટલમાં દાખલ છે, બાકીનાની સારવાર ઘરે થઈ રહી છે અને તોએ ત્યાંજ […]