સુરત: (Surat) કોલકાતામાં કુરિયર સર્વિસનું કામ કરતા યુવકની સામે સુરતના સિગારેટના વેપારીએ (Trader) પોલીસમાં (Police) અરજી કરતાં તેની અદાવત રાખી યુવકે સુરતના...
સુરત : (Surat) કર્મા રિસોર્ટ (Karma Resort) એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપના (Membership) નામે કોર્ટમાં (Court) કામ કરતા સુપ્રિટેન્ડન્ટની (Superintendent ) પાસેથી રૂા. 40...
આણંદ : બાલાસિનોરમાં ઠંડી સાથે પોલીસ પેટ્રોલીંગ ઘટ્યું હોય તેમ તસ્કરો સક્રિય બન્યાં છે અને એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યાં...
વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે લગ્નનો વરઘોડો નીકળવાની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકો...
વડોદરા : સામાન્ય સભામાં મેયર મોડે મોડે જાહેરાત કરી હતી કે વારસિયા સંજય નગરમાં આવાસોનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં...
સુરત: (Surat) વરાછા (Varachha) મીની બજાર ખાતે આજે પોલીસ કમિશનરના (Police Commissioner) અધ્યક્ષસ્થાને કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનના લોકદરબારનું આયોજન કરાયું હતું....
કંસ રાજાને એક વાતની જાણ ન હતી કે ગોકુળમાં ઉછરી રહેલો બાળક સાક્ષાત પરબ્રહ્મ છે. અજ્ઞાનને વશ થઇને ભલે પૂતનાને બાળહત્યાનું કાર્ય...
મુંબઈ: લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp તેના યુઝર્સના ચેટિંગના અનુભવને બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ (Features) લાવતી રહે છે. હવે કંપનીએ કેટલાક...
દક્ષિણ ગુજરાતે દુર્ગારામ મહેતાજી, નર્મદ, નવલરામ, પ્રો. ટી.કે. ગજ્જર, ચુનીલાલ ઘેલાભાઇ શાહ, ચુનીલાલ ગાંધી, અતિસુખશંકર ત્રિવેદી, ડૉ. વાય. જી. નાયક, કનૈયાલાલ મુન્શી,...
કેનેડા: યુએસ-કેનેડા બોર્ડર (US-Canada Border) કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે બરફની ચાદરમાં મૃત્યુ પામનાર ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં...
વોંશિગ્ટન: (Washington) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine ) વચ્ચે યુદ્ધનો (War) ખતરો સતત વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ...
કેવી રીતે ફાવ્યા ને કઈ રીતે ફસાયા?!આપણી બે કહેવત- ઉક્તિ બહુ જાણીતી છે. એક છે: ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ અને બીજી...
વર્ધા: મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધામાં (Vardha) સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં (Accident) મેડિકલના (Medical) 7 વિદ્યાર્થીઓના (Student) મોત (Death) નિપજ્યા હતા. મૃત્યુ પામનારા...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને મધ્ય એશિયા (Central Asia) સુધી પહોંચવા માટે ભારત (India) અને ઈરાન (Iran) સતત સાથે મળીને કામ કરી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી (Ex Central minister) આરપીએન સિંહે (RPN Sinh) પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. કુશીનગરના...
સાપુતારા : ચૂંટણી (election) પહેલા નેતાઓ ઘણા વચન આપતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ પોતાના આપોલા વચનો ભૂલી જાય છે....
કેમ છો?હેપ્પી રિપબ્લિક ડે.સ્વતંત્ર ભારતમાં જીવવાનાં હક, અધિકાર અને નિયમો દર્શાવતા બંધારણની પ્રાપ્તિનાં 71 વર્ષ વીતી ગયાં પણ આજે ય ન તો...
અમારા સમયના માસ્તર ( મા કરતાં પણ જેનું સ્તર ઊંચું હતું તેવા )શિક્ષક કેટલા દીર્ઘદ્રષ્ટા હતા તે વાતની સમજણ આજે પડે છે....
ભૂતકાળમાં સાડા ત્રણ નદીના કિનારે વસેલું “રૂપનગર” એટલે આજનું “વાલિયા”. ભૂતકાળમાં ખડતલ, મજબૂત અને દીર્ઘદૃષ્ટિથી વાલિયાની નવી પેઢી માટે શૈક્ષણિક પરંપરા માટે...
બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) કરિયાણાની દુકાનમાં કામ કરતા બે કામદારોએ દુકાનમાંથી લેપટેપ (laptop) અને મોપડ (Moped) ચોરી (Theft) ગયા હતા. આ બનાવ...
સુરત: (Surat) ભેસ્તાન (Bhestan) આવાસમાં બુરખો પહેરીને આવેલી એક મહિલાએ 7 વર્ષની પુત્રીને કહ્યું કે, તારી માતા ગેટ ઉપર રાહ જુએ છે,...
કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ દેશમાં વધી રહ્યું હતું તો બીજી તરફ આપણા નેતાઓ રેલીઓ કરવામાં વ્યસ્ત હતાં. ઉત્તર પ્રદેશની હાલત તો એ...
સુરત : (Surat) હજીરાના (Hazira) કાંઠા વિસ્તારના ગામની એક હિન્દુ (Hindu) સોસાયટીમાં (Society) સોસાયટીવાસીઓની જાણ બહાર મસ્જિદ (mosque) બની જતાં વિવાદનો મધપૂડો...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મહોલમાં ડેપ્યુટી સરપંચોની ચૂંટણી (election) યોજાઇ હતી. સાદકપોરમાં સભ્ય ગુમ થતા અપહરણનો (Kidnapping) ગુનો...
સુરત: સુરતમાં ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા બાદ સુરત પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગની સામે ગુનો નોંધવાની શરૂઆત કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે...
વલસાડ : વલસાડ (valsad) તાલુકાના અટગામ (Atgam) ખાતે વિવિધ સહકારી સેવા મંડળીના (Cooperative Service Society) માજી પ્રમુખ (Former President) અને મંત્રી રૂ.૮૬.૧૧...
રાજકોટ: (Rajkot) રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની ગઈ છે. રવિવારે શહેરમાં સંત કબીર રોડ પર શાકમાર્કેટમાં (Vegetable market) એક ગાયે (Cow)...
આ પ્રશ્ન દેશ માટે અને સમાજ માટે પણ છે. પણ આજની વાત સરહદ પરથી આવતા આતંકી જેવા ડ્રગ્સ માફિયાઓની વાત છે. પાકિસ્તાનની...
આસામના સિલચર જિલ્લામાં નાતાલની ઉજવણી દરમિયાન કેટલાક જમણેરી કટ્ટરપંથીઓએ ઘુસી જઇને ઉત્પાત મચાવ્યો અને હિન્દુઓએ નાતાલની ઉજવણી દરમિયાન ટાળવી જોઈએ એવો આગ્રહ...
સમાજમાં પ્રત્યેક ઘર પરિવારના કોઇ શુભ પ્રસંગ આવતાં હોય મહૂરત પણ લેવાય ગયું હોય દરમિયાન સામે પક્ષે આપણા કોઇ સગાસંબંધીમાં સોસાયટીમાં અથવા...
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી ગ્લોબલ માર્કેટમાં સુરતનો દબદબો વધશે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગમાં મળશે નવી ઉડાન
સિંગવડ તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 15 બેઠકો પર કબ્જો
પોરબંદર જિલ્લો ભગવા રંગે રંગાયો: મનપાથી ગ્રામ્ય સ્તર સુધી ભાજપનો ક્લિન સ્વીપ
શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો: 16માંથી 14 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી
અમદાવાદમાં ભાજપનો ગઢ તૂટ્યો: ખાડિયામાં કોંગ્રેસનો ઐતિહાસિક ક્લિન સ્વીપ
દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિ: 2.40 લાખ મેટ્રિક ટન સાથે 230 કરોડનું ચીકુ ઉત્પાદન
ગુજરાતમાં આ બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે
સુખસર તાલુકા પંચાયતમાં ભાજપ સૌથી મોટી પાર્ટી, ત્રિકોણીય રાજકીય સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કલાકાર ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ, ભાજપના ચહેરાઓ વિજયી
ગોધરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય: 32 માંથી 30 બેઠકો કબ્જે કરી
જેતપુરપાવી તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી
ફતેપુરા તાલુકા પંચાયતમાં ત્રિકોણીય જંગ: ભાજપ સૌથી મોટી પાર્ટી, AAPનો ચોંકાવનારો ઉછાળો
ગોધરા નગરપાલિકા ચૂંટણી પરિણામ: 44 માંથી 27 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો
ડભોઇમાં સત્તા પલટો: પાલિકામાં કોંગ્રેસનો કબ્જો, તાલુકા–જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો
સુરત મનપાની 56 બેઠકનું પરિણાામ જાહેર,55 પર ભાજપની જીત, એક પર કોંગ્રેસની જીત
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર પર મતદારોનો વિશ્વાસ
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો જાહેર, રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઝંઝાવાત, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો જબરદસ્ત દબદબો, ગણદેવીથી વાપી સુધી ક્લીન સ્વીપની ગૂંજ
વડોદરા : અનગઢ ગામમાં વીજકરંટ લાગતા માતા-પુત્રનું કરુણ મોત
સુરત મનપા ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય, 56માંથી 55 બેઠકો કબજે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપની વિજય તરફ આગેકૂચ , કોંગ્રેસ અને અન્ય પક્ષોના સૂપડા સાફ
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત તરફ આગેકૂચ
ગુજરાતમાં ત્રણ બેઠકો પર ફરીથી ચૂંટણી: ઉમેદવારોના નિધનને કારણે પ્રક્રિયા મોકૂફ બાદ નવો કાર્યક્રમ જાહેર
સંખેડા તાલુકામાં ભગવો, જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો ભાજપે જીતી
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
રાજકોટ મહાનગરપાલિકાની ભાજપને 7 વોર્ડમાં જીત, વોર્ડ નં.16માં કોંગ્રેસ આગળ
સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ… 120 બેઠકોમાંથી 115 ભાજપ, 4 AAP, 1 કોગ્રેંસને ફાળે…
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના વોર્ડ 1 અને 7માં ભગવો લહેરાયો
નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો : વોર્ડ નંબર 1, 6 અને 10માં કેસરીયો લહેરાયો
જીવનનું સૌથી મોટું રિસ્ક
સુરત: (Surat) કોલકાતામાં કુરિયર સર્વિસનું કામ કરતા યુવકની સામે સુરતના સિગારેટના વેપારીએ (Trader) પોલીસમાં (Police) અરજી કરતાં તેની અદાવત રાખી યુવકે સુરતના વેપારીને રૂ.2.96 લાખનું ડુપ્લિકેટ પાર્સલ (Duplicate Parcel) મોકલાવીને ફોન કરી કહ્યું હતું કે, મારી સામે થયેલી અરજી પરત ખેંચીને તમારું ઓરિજનલ પાર્સલ મેળવી લો. સુરતના વેપારીએ અરજી પરત ખેંચી લીધા બાદ પણ પાર્સલ નહીં મળતાં પોલીસમાં ફરિયાદ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી શુભ વાટિકામાં રહેતા ભાવિક અશોક ગઢિયા ઉધના મેઇન રોડ ઉપર ‘માં એન્ટરપ્રાઇઝ’ના નામે હોલસેલમાં સિગારેટનો વેપાર કરે છે. ભાવિકભાઇ સિગારેટનો સામાન ખરીદવા માટે કોલકાતા ગયા હતા અને ત્યાંની જીપીઆઇ કંપનીમાંથી માલબરો એડ્વાન્સ સિગારેટ તથા માલબરો લાઇટ સિગારેટ તેમજ માલબરો કોમ્પેક ખરીદવાનું નક્કી કર્યું હતુ. ભાવિકભાઇએ સુરત આવીને રૂ.14.78 લાખ આરટીજીએસ ટ્રાન્સફર કર્યા હતા. તેમણે સામાન માટે જસ્ટ ડાઇલમાં પાસ કરતા મંગલમ એક્સપ્રેસ લોજિસ્ટિકની બિલ્ટી જોવા મળી હતી, જેમાં ભરત દુબે નામના યુવકનો નંબર હતો. ભાવિકભાઇએ દીપકભાઇને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ દીપકે કહ્યું કે, હાલમાં માલ નથી આવે ત્યારે મોકલી આપીશું. આ દરમિયાન કંપનીમાંથી ફોન આવ્યો હતો અને ત્રણ સિગારેટ પૈકી માલબરો એડ્વાન્સ અને માલબરો લાઇટ સિગારેટ મળી હતી.
આ માટે ભરત દુબેને ફોન કરીને ત્રણ પાર્સલ કરવા માટે કહ્યું હતું. એક પાર્સલના રૂ.2.96 લાખ એવા ત્રણ પાર્સલને પેક કરીને ભરત દુબેએ હાવડા એક્સપ્રેસમાં મોકલ્યા હોવાનું ભાવિકભાઇને કહ્યું હતું. પરંતુ ભાવિકભાઇને કોઇ પાર્સલો મળ્યાં જ ન હતાં. ભાવિકભાઇએ તેમના સંબંધી ભાઇ મારફતે હાવડાની પાર્સલ ઓફિસમાં તપાસ કરાવતાં ત્યાં કોઇ પાર્સલો મોકલ્યાં જ નહીં હોવાની વિગતો બહાર આવતાં ભરત દુબેની સામે કોલકાતા પોલીસમાં અરજી થઇ હતી. આ અંગે ભાવિકભાઇએ ડાયરેક્ટ કંપનીમાં વાત કરીને ભરત દુબેની સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ભરત દુબેએ ભાવિકભાઇને સામેથી ફોન કરીને ત્રણેય પાર્સલો મોકલી આપ્યાં હતાં.
સુરતમાં તપાસ કરતાં ત્રણ પૈકી એક પાર્સલમાં ડુપ્લિકેટ સિગારેટનો માલ હતો. આ દરમિયાન ભરત દુબેએ ભાવિકભાઇ ફોન કરીને કહ્યું કે, તમે જે મારી સામે પોલીસમાં ફરિયાદ કરી છે તે તમે પાછી ખેંચો લો. ત્યારબાદ જ તમને ઓરિજનલ પાર્સલ મળશે. ભરતની વાત માનીને ભાવિકભાઇએ સુરતથી ડુપ્લિકેટ પાર્સલ પરત મોકલ્યું હતું અને કેસ પણ પરત ખેંચી લીધો હતો. ભાવિકભાઇએ 30 વાર ભરત દુબેને વિનંતી કરી છતાં પણ ભરત દુબેએ રૂ.2.96 લાખનું એક પાર્સલ નહીં મોકલતાં આખરે પોલીસ ફરિયાદ થઇ હતી.