ત્વચાની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા કુદરતી ગુલાલની ભારે માંગ; ₹5 થી ₹200 સુધીના આકર્ષક પેકિંગમાં રંગો ઉપલબ્ધ વડોદરા: સંસ્કારી નગરી...
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિય દળ વિના ચૂંટણી શક્ય નથી: દિલીપ ઘોષનો દાવો પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધતું જઈ રહ્યું છે....
વડોદરા શહેરમાં હોળી-ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંજલપુર વિસ્તારમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આશરે 150 વર્ષ જૂની પરંપરા...
ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલી વાયુસેના અનુસાર સમગ્ર ઇરાનમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. તેહરાનમાં અનેક સ્થળોએ જોરદાર...
ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેર વૃંદાવનમાં હોળી પહેલા જ ઉત્સવોનો માહોલ શરૂ થઈ ગયો છે. રંગભરી એકાદશી સાથે ‘ફૂલોન કી હોળી’નો ભવ્ય પ્રારંભ...
કાલોલ, તા. ૨૮/૦૨/૨૦૨૬પંચમહાલ જિલ્લાના મહત્વના ગણાતા કાલોલ બસ સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે...
CCTVથી કિશોર ઝડપાયો, રેલવે પોલીસે કડક કાર્યવાહી કરી સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ચોંકાવનારી ઘટના સામે આવી છે ,સુરતથી મુંબઈ જતી અદ્યતન...
ગાંધીનગર,તા.26આવતીકાલ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદની મુલાકાતે આવી માઈક્રોન ટેકનોલોજી (Micron Technology) ના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ...
ગાંધીનગર,તા.27 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. ૧ અને ૨ માર્ચે ‘ગુજરાત સેમિકનેક્ટ – ૨૦૨૬’ યોજાશે. આ પરિષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત આજે...
ગાંધીનગર : ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા બેરોજગારોની નવીનતમ વિગતો સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેરોજગારી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના...
ગાંધીનગર : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજગાર કચેરીઓ ખાતે કુલ ૬,૯૨,૬૨૧ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૬,૨૮,૭૨૯ શિક્ષિત અને ૬૩,૮૯૨ અર્ધશિક્ષિત...
ગાંધીનગર : રાજ્યના શહેરી વિસ્તારોમાં મનોરંજન, સ્વાસ્થ્ય અને સામાજિક જોડાણ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ખુલ્લા સ્થળોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓમાં...
ગાંધીનગર,તા.27વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ બજેટ “વિકસિત ગુજરાતનો...
ગાંધીનગર : પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જીવનનિર્વાહ માટે દૈનિક રૂ.૩૦૦ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ...
સાડીની દુકાનમાં ભભૂકી જ્વાળા, વેપારીઓમાં દોડધામ હીરાના અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા Surat શહેરમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી છે....
ગાંધીનગર : રાજ્યમાં કુલ ૮૯૧ સિંહોની સંખ્યા નોંધાઈ છે. તેમાં ૨૫૫ સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ સિંહબાળનો સમાવેશ થાય છે. આ માહિતી...
વિરોધ વચ્ચે સમૂહલગ્નમાંથી નિર્ણય પાછો, યુગલ મક્કમ યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 માર્ચે ડુમસ રોડ સ્થિત રાજઘરાના પાર્ટી પ્લોટ ખાતે 101...
તબક્કાવાર 325 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે વડોદરા સહિત નિઝામપુરા અને મકરપુરા એસટી ડેપો પરથી પણ વધુ બસો દોડશે : ( પ્રતિનિધિ )વડોદરા,તા.28રંગોના...
ડ્રોન હુમલા અને એરસ્ટ્રાઈકથી સરહદ પર તણાવ ચરમસીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો છે. પાકિસ્તાનના માહિતી મંત્રી Attaullah Tararએ...
આપઘાત કે અકસ્માત? રહસ્ય અકબંધ, પોલીસ તપાસમાં લાગીવડોદરા | તા. 28વડોદરા શહેર નજીક આવેલા સાકરીયાપુરા ગામ પાસે રેલવે ફાટક નજીક એક હૃદયદ્રાવક...
લોયલ્ટી નથી… આર્ટિસ્ટ્સ નોબોડી!” બોલીવૂડના જાણીતા ફિલ્મમેકર અને પ્રોડ્યુસર કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં પોતાની વાત...
એક જ દિવસે બે વખત રેપ પછી ચાર માળેથી ધકેલી હત્યા ઓડિશાના રાજ્યમાંથી એક અત્યંત હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે....
થોડાં વર્ષો પૂર્વે, ભાથીજી સંપ્રદાયના વડપણ હેઠળ, ભજન સત્સંગના કાર્યક્રમમાં ધુલિયા શહેર પાસેના ચૌગામ ગામે જવાનું થયેલું. ચા-પાણી, ભોજન, પ્રસાદ ઇત્યાદિ સહજ...
હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર રંગ, કેસૂડો તથા અબીલ કે ગુલાલ છાંટીને ભારે ધૂમધામ...
કોઈ સંકટ અથવા મુશ્કેલીમાંથી જે વ્યક્તિ ઉગાર કરે તેને તારણહાર કહેવાય છે. મારનાર કરતાં તારનાર મહાન હોય છે — આ સનાતન સત્ય...
પહેલી માર્ચને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય આશય લોકોમાં નાગરિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો...
સામાજિક પ્રાણી હોવાના નાતે પ્રત્યેક મનુષ્ય ઓછા વધતા અંશે ક્યાંક ને ક્યાંક.. કોઈ ને કોઈ બાબતે ઘર, પરિવાર, સમાજ, મિત્રવર્ગ તરફથી સાહજિક...
સનાતન ધર્મ તરીકે ઓળખાતા ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન બહુ અદકેરું છે. આદિ શંકરાચાર્યે યુવાન વયમાં ભારતભરમાં ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો હતો અને...
દક્ષિણ અમેરિકાના દેશ Bolivia માં શુક્રવારે સાંજે ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો. બોલિવિયન એર ફોર્સનું હર્ક્યુલિસ વિમાન, જે દેશની સેન્ટ્રલ...
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
NEETની તૈયારી કરતો 21 વર્ષનો યુવક ‘બ્રિગેડિયર’ બની ફરતો હતો! બે ‘કમાન્ડો’ સાથે જમાવતો રુઆબ
ત્વચાની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા કુદરતી ગુલાલની ભારે માંગ; ₹5 થી ₹200 સુધીના આકર્ષક પેકિંગમાં રંગો ઉપલબ્ધ





વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરના મુખ્ય બજારોમાં તહેવારની જબરદસ્ત રંગત જોવા મળી રહી છે. શહેરના ન્યાયમંદિર, માંડવી, મંગળબજાર અને રાવપુરા જેવા વિસ્તારોમાં પિચકારી અને ગુલાલની હાટડીઓ સજાઈ ગઈ છે. જોકે, આ વર્ષે બજારમાં એક મોટો અને હકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. ગ્રાહકો હવે પરંપરાગત કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક અને કુદરતી ગુલાલ તરફ વધુ આકર્ષાયા છે, જેના કારણે બજારમાં ‘ઈકો-ફ્રેન્ડલી’ હોળીનો માહોલ જામ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેમિકલયુક્ત રંગોના કારણે ત્વચામાં એલર્જી, આંખોમાં બળતરા અને શ્વાસની તકલીફોના કિસ્સાઓ વધ્યા છે. આ અંગે વધેલી જાગૃતિને પરિણામે વડોદરાના બજારોમાં ઓર્ગેનિક કલરની બોલબાલા વધી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, કુદરતી ફૂલો, હળદર, અને વનસ્પતિજન્ય ઘટકોમાંથી બનેલા આ રંગો ત્વચાને નુકસાન પહોંચાડતા નથી અને પાણીથી ખૂબ જ સરળતાથી સાફ થઈ જાય છે. ખાસ કરીને નાના બાળકોના માતા-પિતા સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
બજારમાં ઓર્ગેનિક રંગો વિવિધ પેકિંગમાં ઉપલબ્ધ છે. ₹5 ના નાના પાઉચથી લઈને ₹200 સુધીના પ્રીમિયમ પેકેટ્સ વેચાઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે ₹200 ના કોમ્બો પેકેટ્સની માંગ સૌથી વધુ છે, જેમાં 4 થી 5 પ્રકારના અલગ-અલગ કુદરતી ગુલાલનો સેટ હોય છે. બીજી તરફ, સામાન્ય રંગો ₹20 પ્રતિ કિલોથી લઈને ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, પરંતુ ગ્રાહકો હવે ગુણવત્તા પાછળ થોડા વધુ પૈસા ખર્ચવા તૈયાર દેખાઈ રહ્યા છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ‘ઓર્ગેનિક’ ના નામે બજારમાં કેટલાક તત્વો ટેલકમ પાવડર કે હલકી ગુણવત્તાના લોટમાં ભેળસેળ કરીને નકલી રંગો વેચી રહ્યા છે. ગ્રાહકોએ હંમેશા પ્રમાણિત અને વિશ્વસનીય બ્રાન્ડના જ રંગો ખરીદવા જોઈએ. હોળી નજીક આવતા વેપારીઓમાં પણ આ વર્ષે સારા વેપારની આશા જાગી છે.
– કેમ વધી રહી છે ઓર્ગેનિક રંગોની ક્રેઝ?
હોળીની મજા હવે સજા નહીં બને! વડોદરાના બજારમાં ઉપલબ્ધ ઓર્ગેનિક રંગો કુદરતી અર્કમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વેપારીઓનો દાવો છે કે આ રંગો જો ભૂલથી આંખમાં જાય કે રમતા-રમતા મોઢામાં પણ જાય, તો પણ તેની કોઈ આડઅસર થતી નથી. કેમિકલ મુક્ત હોવાથી તે ત્વચાને નરમ રાખે છે અને કાઢતી વખતે કલાકો સુધી ઘસવા પડતા નથી. ખાસ કરીને “સેલ્ફી જનરેશન” માં આ રંગો લોકપ્રિય છે કારણ કે તે ચહેરા પર ડાઘ છોડ્યા વગર તહેવારનો અસલી આનંદ આપે છે!