Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના પ્રતાપનગર વુડાના મકાનોમાં ગંદકીની ભરમાળ અને પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી સ્થાનિકોએ  મ્યુનિસિપલ કમિશનરને કલ્યાણ નગરમાં આવાસો ટ્રાન્સફર કરવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. જો માંગણીને સમર્થન નહીં મળે તો પાણીની ટાંકી ઉપરથી આપઘાતની ચીમકી મહિલાઓએ ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાઓને રજુઆત બાદ પાલિકાના પ્રાંગણમાં ધરણા પર બેઠા હતા. વિરોધ કરીને સુત્રોચ્ચાર પોકાર્યા હતા.બાદમાં પાલિકાના સિકીયુરિટી દ્વારા મહિલાઓ ને ધરણાં પરથી ઉતારી દીધા મહિલાઓ રોષે ભરાઇ હતી. મહાનગરપાલિકા દ્વારા કલ્યાણ નગર ના કાચા ઝૂંપડાઓ દોડીને એ લોકોને ડભોઇ રોડ ખાતે વુડા ના મકાન માં મકાનો ફાળવવામાં આવ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે મકાન માંથી પાણી ટપકે છે, ડ્રેનેજ ઉભરાય છે અને જાનવર ના રહે તે જગ્યા પર મકાનો ફાળવતા મહિલાઓ રોષે ભરાય છે.

કલ્યાણનગરમાં આવાસો આપવાની માગ સાથે  રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.  કોર્પોરેશનના મતે કમાટીપુરાના 170 અને કલ્યાણનગરના 443 મળી કુલ 613 પરિવારોને મકાનની ફાળવણી કરવાની થાય છે. જયારે કલ્યાણનગર પુન: વસન સમિતિએ 835 અરજદારોને મકાન ફાળવણીની માગ કરી હતી. તે સમયે આંદોલનમાં કેટલીક મહિલાઓએ બુરખો પહેરી સુરસાગર તળાવમાં ઝંપલાવવાનો પ્રયાસ કરતા પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી હતી. મહિલાઓએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ રજૂઆત કરીને પાલિકાના પ્રાંગણમાં ધરણા પર બેસીને પાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા પાલિકાના કર્મચારીઓએ મહિલાઓને ધરણા પર થી ઉતારી દેતા મહિલાઓ રોષે ભરાઇ હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે  સ્થળોએ મકાન ફળવામાં આવ્યા છે ત્યાં ગંદકીની ભરમાળ સાથે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. યોગ્ય પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. મ્યુનિ. કમિશનર સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવે તે જરૂરી છે. જે જગ્યાએ મકાનો તોડી પડાયા તે સ્થળે પુન:વસવાટ માટે મકાનો બાંધી આપવા માંગ કરી હતી. નહીં તો અમે મહિલાઓ પાણીની ટાંકી ઉપર ચડી આપઘાત કરીશું. અને મ્યુનિસિપલ કમિશ્નરે અમારા પરિવારના બાળકોને પાંચ લાખ રૂપિયા આપવા પડશે અને તેની પૂરેપૂરી જિમ્મેદારી મ્યુનિસિપલ કમિશનર રહેશે.

To Top