Vadodara

પતિ ઘરે ન હોવાથી પત્ની પ્રેમિકાના ઘરે શોધવા ગઈ અને પછી…….

વડોદરા, તા. ૯

બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના  પતિ ઘરે ન આવ્યા હોવાથી શોધવા માટે પતિની પ્રેમિકાના ઘરે જતા પ્રેમિકા અને પતિએ માર મારીને તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પરણીતાએ બાપોદ પોલીસ મથકમાં પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

સયાજી ટાઉનશીપ ખાતે રહેતી રિયા(નામ બદલેલ છે.) ના લગ્ન મહર્ષિ બ્રહ્મભટ્ટ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન રીયાએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો. હાલ તે અઢી મહિનાનો છે. શરૂઆતમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું. પરંતુ પતિને પરસ્ત્રી સાથે આડા સબંધ હોવાથી બન્ને વચ્ચે વારંવાર ઝગડા થતા રહેતા હતા.સતત ઝગડાને કારણે પરણીતાએ તપાસ કરતા પતિનું સરદાર એસ્ટેટ વિસ્તારમાં રહેતી મહિલા સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પતિ ગત તા.૮ એપ્રિલે ઘરે ન આવ્યો હોવાથી પરણીતા તેને શોધવા માટે પ્રેમિકાના ઘરે ગઈ હતી. જ્યાં પ્રેમિકા અને પતિએ બન્ને ભેગા મળીને પરણીતાને  માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પરણીતાએ પતિ તેમજ પ્રેમિકા વિરુદ્ધ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

Most Popular

To Top