Top News

રશિયાએ આપી ભારતને બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર, પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે યુરિયાના ભાવમાં આપી રાહત

મોસ્કો: યુક્રેન (Ukrain) પર હુમલાઓ (Attack) કર્યા બાદ રશિયા (Russia) ચારે તરફથી ઘેરાઈ ગયો છે અને વિશ્વના (World) કેટલાય દેશો રશિયા વિરુદ્ધ કડક આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યા છે. અમેરિકાએ (America) તો રશિયાનાં ક્રૂડ-ઓઇલ અને ગેસની આયાત પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે કેટલાય યુરોપિયન રાષ્ટ્રો આવું કરવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં રશિયા પોતાના ક્રૂડ-ઓઇલ અને ગેસ સહિત ઉત્પાદિત કરાતી ચીજ-વસ્તુઓને વેચવા માટે યોગ્ય બજારની શોધમાં છે. આનો સીધો ફાયદો ભારતને મળી રહ્યાનું દેખાઈ રહ્યું છે. રશિયા તરફથી મળેલી બમ્પર ઓફર બાદ ભારત રશિયા પાસેથી ક્રૂડ-ઓઇલ અને અન્ય ચીજ-વસ્તુઓ ખરીદવાની તૈયારીમાં છે. સરકાર ક્રૂડ ઓઈલની સાથે જ રશિયા અને બેલારુસથી યુરિયા જેવા ફર્ટિલાઈઝર્સનો સસ્તો કાચો માલ પણ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. તેનાથી સરકારને ખાતર સબસિડીના મોરચે મોટી રાહત મળી શકે છે.

મળતી માહિતી મુજબ બે ભારતીય અધિકારઓના હવાલાથી બતાવવામાં આવ્યું છે કે રશિયા તરફથી ભારતને આપવામાં આવેલી ડિસ્કાઉન્ટ ઓફર અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. રશિયાથી ક્રૂડ-ઓઇલ અને અન્ય ચીજ-વસ્તુઓને ડિસ્કાઉન્ટ પર ખરીદવાની ઓફર મળી છે. આનું પેમેન્ટ પણ રૂપિયા-રૂબલ ટ્રાન્ઝેક્શન થશે. એક અધિકારીએ કહ્યું હતું કે, ”રશિયન ક્રૂડ-ઓઇલ અને અન્ય ચીજ-વસ્તુઓ પર ભારે ઓફર આપી રહ્યો છે. એ ભાવમાં ખરીદવાથી અમે ખુશ થઈશું. અત્યારે અમને ટેન્કર, ઇન્શ્યોરન્સ કવર અને ઓઇલ બ્લેન્ડ સહિતના કેટલાક પ્રશ્નો છે. તેને સોલ્વ કરતાં જ અમે ડિસ્કાઉન્ટ ઓફર સ્વીકાર કરવા લાગીશું.”

ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ઓઈલ આયાત કરે છે. રશિયા પાસેથી ભારત લગભગ 2-3 ટકા ઓઈલ ખરીદે છે. હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો 40 ટકા ઉપર જઈ ચૂકી છે, ત્યારે ભારત સરકાર ઈમ્પોર્ટ બિલ ઓછું કરવા માટે વિકલ્પોને શોધી રહી છે.

Most Popular

To Top