Dakshin Gujarat

‘જેસીબી આવે છે, રસ્તો બતાવો, તમારા ઘરની દિવાલ તોડવાની છે’

ઘેજ: ચીખલી તાલુકાના વંકાલ (Vankal) ગામના વજીફા છોડિયાવાડના સ્થાનિક રહીશો દ્વારા સરપંચ પતિ (Sarpanch Pati) અને મળતિયાઓ દ્વારા મનસ્વી કારભાર કરી હેરાનગતિ (Annoying) કરવામાં આવતી હોવાની લેખિત રજૂઆત પ્રાંત અધિકારીને આવેદનપત્ર (Application form) પાઠવી કરવામાં આવી છે.

વંકાલના વજીફા ફળિયાના ઢોડિયાવાડના રહીશો દ્વારા પ્રાંત અધિકારી અમિત ચૌધરીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ફળિયામાં છેલ્લા ચાર વર્ષથી રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલે છે. તે બાબતે હરિશ ઝીણાભાઇ તથા છીબાભાઇ ઝીણાભાઇ સાથે આવેલા સરપંચ પતિ કમલેશ ભીખુભાઇ પટેલે જણાવ્યું હતુ કે ‘જેસીબી આવે છે, રસ્તો બતાવો અને તમારા ઘરની દિવાલ તોડવાની છે’ એમ કહી સરપંચ પતિ રૂતબો જમાવે છે અને એમની સાથે આવેલા મળતિયાઓ ઝઘડો કરીને માનસિક ત્રાસ આપીને હેરાનગતિ કરી રહ્યા છે.

  • વંકાલમાં ચૂંટણી બાદ બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ મોટુ સ્વરૂપ લે તો નવાઇ નહીં
  • સરપંચ પતિ તથા તેમના મળતિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી

વધુમાં જણાવાયું છે કે ‘રસ્તાની બાબતે કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે ખોટી રીતે આદિવાસી બહેનો ઘરે એકલા હતા ત્યારે દુવ્યવહાર કરાયો છે. સરપંચ પતિ અને એમના મળતિયા કોળી પટેલ હોય અમને આદિવાસીઓને ખોટી રીતે ઘરે આવીને અમને રોડ પર લાવવા માટે તથા ઘર વિહોણા કરવાના પ્રયત્ન કરે છે તથા મળતિયાઓ થકી અમને ધમકાવવામાં આવ્યા છે કે ‘તમને પાંચ વર્ષમાં સરપંચની જરૂર પડશે કે નહીં તે કહો. અને નહીં માનશો તો વારંવાર માથાઓ ફુટ્યા જ કરશે’ અને નવસારી સુધી અમારૂ કોઇ બગાડી શકે નહીં’ એમ કહી ત્રાસ આપી સરપંચ પતિ રૂતબો જમાવી ડરાવી રહ્યા છે.

Most Popular

To Top