Comments

દસ વર્ષની અનિશ્ચિતતા અને મૂંઝવણ પછી કોંગ્રેસે આખરે નિર્ધારિત વિઝન સાથે સ્પષ્ટ રસ્તો પસંદ કર્યો

શું ચૂંટણી ઢંઢેરો માત્રથી ચૂંટણી જીતી શકાય? જો તમને લાગે કે જવાબ હા છે તો 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો ખૂબ જ આકર્ષક ઉકેલ જેવો લાગી શકે છે. કોંગ્રેસ પક્ષે ગરીબોને વેતન, કામદારો માટે ઉચ્ચ વેતન અને સ્નાતકો માટે ફરજિયાત પેઇડ ઇન્ટર્નશિપનું વચન આપતો ગરીબ તરફી અને કલ્યાણલક્ષી ઢંઢેરો રજૂ કર્યો તેમાં કોઈ આશ્ચર્ય નથી. દેશના લઘુમતીઓને પોશાક, ખોરાક, ભાષા અને અંગત કાયદાની પસંદગીની સ્વતંત્રતા મળશે તે સુનિશ્ચિત કરવાનું કોંગ્રેસના ન્યાય પત્રનું વચન છે.

પીએમ નરેન્દ્ર મોદીએ તેને માત્ર જુઠ્ઠાણાનું પોટલું જ નહીં, પરંતુ મુસ્લિમ લીગ અને ડાબેરીઓના વિચારોથી ભરેલો દસ્તાવેજ પણ ગણાવ્યો છે. ગયા અઠવાડિયે એક જાહેર રેલીમાં પુષ્કર ખાતે મોદીએ કહ્યું, “કોંગ્રેસના ઢંઢેરાના દરેક પાના પર ભારતના વિઘટનની ઝલક છે. કોંગ્રેસનો ઢંઢેરો આઝાદી સમયે મુસ્લિમ લીગની વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે. કોંગ્રેસ તત્કાલીન મુસ્લિમ લીગના વિચારોને આજના ભારત પર થોપવા માંગે છે.”

ચૂંટણીનો સમય હોવાથી રાજકીય પક્ષો દ્વારા આવા આક્ષેપો કરવામાં આવે છે. જોકે, કોંગ્રેસે તેના મુખ્ય મતદારોનું સંપૂર્ણ ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. તેણે દરેક ગરીબ ભારતીય પરિવારને રૂ. 1 લાખ ટ્રાન્સફર કરવાની પ્રતિજ્ઞા લીધી છે, આમ છતાં છેલ્લું સામાજિક આર્થિક સર્વેક્ષણ જ્યારે 2011થી થયું હતું ત્યારથી ગરીબોનું ચોક્કસ માપ જાણી શકાયું નથી. જ્યારે શાસક ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દાવો કરે છે કે, તેઓએ ગરીબી લગભગ નાબૂદ કરી દીધી છે ત્યારે વિપક્ષનો દાવો છે કે ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. કોંગ્રેસે મનરેગા કામદારો માટે પણ રાષ્ટ્રીય લઘુત્તમ વેતન રૂ.400નું વચન આપ્યું છે, જેમનું સરેરાશ વેતન દર મહિને રૂ.250 છે અને તમામ સ્નાતકો માટે રૂ.એક લાખના સ્ટાઇપેન્ડ સાથે એક વર્ષની ઇન્ટર્નશિપ હશે.

બીજું તેણે વધારાની સરકારી જમીન ગરીબોને વહેંચવા માટે એક ઓથોરિટી બનાવવાનું પણ વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે, તેમણે જમીન સુધારણા. એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવા માટે બંધારણની કલમ 15(5) હેઠળનો કાયદો બનાવ્યો છે. તેણે ભાજપ સરકાર દ્વારા જણાવ્યા મુજબ 2029ના બદલે 2025માં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં વિધાનસભા સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપવાનું પણ વચન આપ્યું હતું.

નોકરીઓ માટે પાર્ટીએ 2025થી કેન્દ્ર સરકારમાં મહિલાઓ માટે 50% અનામતનું વચન આપ્યું છે, તમામ કોન્ટ્રાક્ટ પર કામદારોને નિયમિતમાં રૂપાંતરિત કરવા અને કેન્દ્ર સરકારમાં 30 લાખ ખાલી જગ્યાઓ ભરવાનું વચન આપ્યું છે. જોકે, મેનિફેસ્ટો જૂની પેન્શન સ્કીમ (ઓપીએસ)ને અમલ કરવા અંગે મૌન છે, જેમ કે છત્તીસગઢ, રાજસ્થાન અને હિમાચલમાં પાર્ટીની સરકારોએ અમલમાં મૂકી છે. મધ્યમ-વર્ગને આકર્ષવા માટે પક્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને અમલમાં મૂકવાનું સરળ અને મધ્યમ કરવાનું વચન આપ્યું હતું.

જોકે તેણે વ્યક્તિગત આવકવેરાના દરો વિશે વાત કરી નથી. પાર્ટીએ રાષ્ટ્રીય લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) કાયદાનું પણ વચન આપ્યું છે, જે કોઈને પણ એમએસપીથી નીચે ખરીદવાની મંજૂરી આપશે નહીં, જે પાક વૈવિધ્યકરણ માટે પ્રોત્સાહન અને મનરેગા હેઠળ ખેતરોને આવરી લે છે. કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ (સીએસીપી)ને વૈધાનિક સંસ્થા બનાવવામાં આવશે. એમ પક્ષે જણાવ્યું હતું. અને ખેડૂતોની લોનની જરૂરિયાત અને તેમની આર્થિક સ્થિતિ અને ખેડૂતોને કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિઓની બહાર પણ તેમની પેદાશો વેચવાની સ્વતંત્રતાની સમીક્ષા કરવા માટે એક સંસ્થા.

કોંગ્રેસે સાર્વત્રિક આરોગ્ય મિશનનું પણ વચન આપ્યું હતું જે સરકારી હોસ્પિટલોમાં તમામ આધુનિક આરોગ્ય સુવિધાઓને સક્ષમ કરે છે. એક કુટુંબ માટે વાર્ષિક રૂ.25 લાખનો કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ અને 2028-29 સુધીમાં કુલ સરકારી ખર્ચના ચાર ટકા સુધી આરોગ્ય ખર્ચ વધારવાનું પણ વચન આપ્યું છે, ઉપરાંત ડોક્ટરોને દૂરના વિસ્તારોમાં કામ કરવા માટે હાડમારી ભથ્થું અને વધુ આશા વર્કરોની ભરતી કરવી. જોકે, કોંગ્રેસનો ઢંઢેરો એ વાત પર મૌન છે કે તે લોકોને આ ચૂકવણી અંગેની ઘોષણાઓનો અમલ કેવી રીતે કરશે, કેન્દ્ર સરકારની 30 લાખ નોકરીઓ ભરશે અને તમામ ઉત્પાદન માટે ફરજિયાત એમએસપી રજૂ કરશે – આ તમામની તિજોરી પર ભારે નાણાકીય અસરો પડશે.

તે અનામત પરની 50% મર્યાદા દૂર કરવા અને મફત સાર્વત્રિક આરોગ્ય પ્રદાન કરવા જેવા વિવિધ વચનોના અમલ માટે સમય-મર્યાદાની બતાવવામાં પણ નિષ્ફળ જાય છે. કોંગ્રેસના વચનોની રાજકોષીય અસર ભારે હોઈ શકે છે. કારણ કે, કેન્દ્ર સરકારે 2023-24માં મનરેગા માટે રૂ.75,000 કરોડ ચૂકવ્યા હતા. આમ છતાં ઘણાં રાજ્યોએ દાવો કર્યો હતો કે નોકરીની ઉચ્ચ માંગને કારણે પૂરું પાડવામાં આવેલ ભંડોળ અપૂરતું હતું. 2012ના ગરીબીના અંદાજ મુજબ, ગરીબ પરિવાર દીઠ રૂ.1 લાખ ચૂકવવાથી સરકારને રૂ.1 લાખ કરોડથી વધુનો ખર્ચ થઈ શકે છે.

બધી ખાલી જગ્યાઓ ભરવાથી ભારે રિકરિંગ અસર પડશે. સાચું છે, કોંગ્રેસનો ઢંઢેરો એ સંકેત આપી શકે છે કે, દસ વર્ષની અનિશ્ચિતતા અને મૂંઝવણ પછી પાર્ટીએ આખરે નિર્ધારિત વિઝન સાથે સ્પષ્ટ રસ્તો પસંદ કર્યો છે, પરંતુ હજી લાંબી મુસાફરી આગળ છે. નવી કોંગ્રેસનો ઉદભવ રાતોરાત કે એક જ ચૂંટણીમાં નહીં થાય. આ બધાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સમજાવવાની જરૂર છે કે તે તેના સામાજિક ન્યાય વચનોને કેવી રીતે અમલમાં મૂકશે. કોંગ્રેસની પાર્ટીની એકમાત્ર યોજના તેના લઘુમતી સમર્થન આધાર પર જીત મેળવવાની ચૂંટણી યુક્તિ હોવાનું જણાય છે જ્યારે કેટલીક અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નીચલા વર્ગના સમુદાયો તેમ જ મહિલાઓની તરફેણ કરવાનો પ્રયાસ પણ કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top