SURAT

બસમાં જાત્રાએ નીકળેલા મુસાફરો દમણથી પીતા પણ આવ્યા અને દારૂ લેતા પણ આવ્યા, પકડાયેલા તમામ…

સુરત : (Surat) બારડોલી નજીક આવેલા મહુવા તાલુકામાં ગોળીગઢની જાત્રાએ સુરતથી એક બસ (Bus) ઉપડી હતી. મંદિરે (Temple) દર્શન કર્યા બાદ બસ સીધી દમણ (Daman) પહોંચી હતી અને ત્યાં યાત્રાળુઓએ નશો (Drunk) કર્યો હતો એટલું જ નહીં પરંતુ તમામ મુસાફરો (Passenger) સાથે દારૂ (Liquor) પણ લેતા આવ્યા હતાં. આ બસમાંથી પોલીસે 45 લોકોને ઝડપી (Arrest) પાડ્યા હતા જેમાં મોટાભાગના લોકો નશો કરેલી હાલતમાં હતા એટલું જ નહીં પરંતુ સાથે દારૂ પણ લેતા આવ્યા હતાં. પોલીસે બસના ડ્રાઇવર અને ક્લિનર ઉપરાંત સાત મહિલાઓને પીધેલી હાલતમાં પકડી પાડી હતી, આ ઉપરાંત અન્ય પુરુષોની પાસેથી 46 હજારનો દારૂ મળી કુલ્લે 8.46 લાખની મતા કબજે કરી હતી.

  • અમરોલી તેમજ સગરામપુરા વિસ્તારના યાત્રાળુઓએ બારડોલીના મહુવા તાલુકામાં બસ લઈને ગોળીગઢની જાત્રા કરવા ગયા હતા
  • બાદમાં આખી બસને દમણ લઈ જવામાં આવી, યાત્રાળુઓએ નશો કર્યો અને દારૂ લાવતા પોલીસે પકડી પાડ્યા
  • પુણા પોલીસે બસને પોલીસ મથકે લાવી તેમાંથી 7 મહિલા સહિત 45ને પીધેલા પકડી લીધા અને દારૂ કબ્જે કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સગરામપુરા તેમજ અમરોલી વિસ્તારમાં રહેતા કેટલાક પરિવાર મહુવા તાલુકામાં આવેલા ગોળીગઢની જાત્રાએ ગયા હતા. તેમણે એક બસ ભાડે કરી હતી. આ બસમાં તમામ 43 વ્યક્તિઓ મંદિરે ગયા હતા. મંદિરે દર્શન કરીને તેઓ દમણ ફરવા માટે ચાલ્યા ગયા હતા. તમામ દારૂ પીને પરત સુરત આવતા હતા તે દરમિયાન પૂણા પોલીસે મળેલી બાતમીને આધારે કડોદરાના નિયોલ ચેક પોસ્ટ નાકા ઉપરથી જીજે-14-વી-5506 નંબરની બસને અટકાવી હતી. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરીને અંદર મુસાફરોની તપાસ કરતા તમામની પાસે દારૂની બોટલો મળી આવી હતી.

આ ઉપરાંત સાત મહિલાઓ તો દારૂ પીધેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસ આ આખી બસને જ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં તમામની તપાસ કરતાં સાત મહિલાઓએ દારૂ પીધો હોવાનું બહાર આવ્યું હતું અને બીજા પુરુષોએ પણ દારૂ પીધો હતો. ઉપરાંત પોતાના બાળકોની સ્કૂલ બેગમાં અંદાજીત 46 હજારની કિંમતનો દારૂ પણ પકડી પાડ્યો હતો. પોલીસે આ તમામની ધરપકડ કરીને બસ સહિત કુલ્લે 8.46 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પીધેલા પકડાયેલામાં મોટાભાગના સુરત મનપાના ચોથા વર્ગના કર્મચારી
પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ સાથે આખી બસ પકડાઇ હતી. આ બસમાં સવાર 43 વ્યક્તિઓમાંથી મોટાભાગના વ્યક્તિઓ સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત તમામ એકબીજાના નજીકના સંબંધીઓ થતા હતા. મહુવાના ગોળીગઢ બાપાના દર્શન માટે તમામએ લકઝરી બસ ભાડે રાખી હતી અને તેઓ દર્શન કરીને ત્યાંથી સીધા જ દમણ ચાલ્યા ગયા હતા.

Most Popular

To Top