Dakshin Gujarat

ગે શખ્શે ભાટકોલની બંઘ ફેકટરીમાં શરીર સુખ માણ્યું અને પછી તે જ યુવક સાથે કરી નાંખી આ હરકત

હથોડા : મોબાઈલ ફોનના માધ્યમથી પુરૂષનું સેક્સ રેકેટ ધમધમી રહ્યું હોવાનું લૂંટની એક ઘટના પરથી સામે આવ્યું છે. પીપોદરા જીઆઇડીસી ખાતે રહેતા યુવાનને મોબાઈલ ચેટ પર વાત કર્યા નક્કી થયા મુજબ શરીર સુખ માણવા માટે ભાટકોલ નજીક બંધ પડેલી ફેક્ટરીમાં રાત્રિના સમયે મોટરસાયકલ પર બેસાડી લઈ જવાયો હતો. જ્યાં શરીર સુખ માણ્યા બાદ તેજપાલ નામના શખ્સે તેના બે સાગરિતોની મદદથી યુવકને માર મારી મોબાઇલની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

ઘટનાની વિગત એવી છે કે મૂળ સોનગઢ નજીકનાં આમલપાડા ખાતે રહેતો અને હાલમાં પીપોદરા જીઆઇડીસી ખાતે આવેલી પિઝિયન ટુથબ્રશ નામની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતાં વિજય (નામ બદલ્યુ છે)એ પોતાના મોબાઇલ દ્વારા બ્લુ ચેટના માધ્યમથી એક તેજપાલ નામના વ્યક્તિ સાથે વાતચીત કરીને શરીર સુખ માણવાનું નક્કી કર્યુ હતું. તેને રાત્રીના 10 વાગ્યેના સમયે મોટરસાયકલ પર પીપોદરા જીઆઇડીસીથી નીકળીને કીમ ચાર રસ્તા નજીક આવેલા ભાટકોલ ગામની હદમાં ખંડેર જેવી હાલતમાં બંધ પડેલી હંજર ફેબ્રિકેશન નામની ફેકટરીમાં લઈ જવાયો હતો. જ્યાં તેણે તેજપાલ સાથે શરીરસુખ માણ્યું હતું. તે સમયે ત્યાં તેજપાલના બે સાગરિતો હથિયાર સાથે આવી પહોંચ્યા હતા અને વિજયને ધમકી આપી કે ‘તેરે પાસ જો ભી કુછ હૈ વો હમ કો દેદે’. ત્યાર બાદ તેના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ લૂંટવાની કોશિશ કરતા વિજયે પ્રતિકાર કરતા તેજપાલ, તેના સાગરિતો અવતાર અને મનદીપે વિજયને મારમારી મોબાઇલની લૂંટ ચલાવી હતી અને વિજયને માર માર્યો હતો. પરંતુ તેમના સકંજામાંથી ગમે તેમ કરીને જીવ બચાવી વિજય ત્યાંથી ભાગી છૂટ્યો હતો, તેણે તેજપાલ, અવતાર તેમજ મનદીપ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી કોસંબા પોલીસ મથકના ડીવાયએસપી જે. એન. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top