National

હિમાચલ અને ઉત્તરાખંડમાં પર્વતો શા માટે ઝડપથી તૂટી રહ્યા છે? નાસાએ સમજાવ્યું કારણ

ભારત (India)માં ફેબ્રુઆરી ભૂસ્ખલન (Land slide) સહિત ઉત્તર ભારતમાં પહાડો સાથે જોડાયેલા અકસ્માતો (Mountains accident) પ્રકાશમાં આવી રહ્યા છે.. 2020 થી નાસાનો એક અભ્યાસ સૂચવે છે કે હિમાલયન (Himalayan)વિસ્તારમાં ભારે વરસાદ અને આબોહવા પરિવર્તનથી આ વિસ્તારમાં ભૂસ્ખલન વધી શકે છે. 

નાસાના વૈજ્ઞાનિકો (Nasa scientist)એ હિમાલયન વિસ્તારમાં વરસાદની પેટર્ન બદલવા (Monsoon pastern change)થી ભૂસ્ખલન કેવી રીતે વધી શકે છે તેનો અંદાજ લગાવવા માટે ઉપગ્રહ (Satellite)અંદાજો અને વરસાદના ડેટાનો અભ્યાસ કર્યો છે. નાસાની અભ્યાસ ટીમને ખબર પડી હતી કે તાપમાનમાં વધારો થવાને કારણે ચીન અને નેપાળના સરહદી વિસ્તારમાં ભૂસ્ખલનની પ્રવૃત્તિ વધી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રદેશમાં વધુ ભૂસ્ખલનને કારણે, ખાસ કરીને હિમનદીઓ અને હિમનદી સંલગ્ન તળાવોના વિસ્તારમાં, પૂર જેવી આફત આવી શકે છે અને તેની અસર સેંકડો કિલોમીટર દૂર સુધી અસર હોઈ શકે છે.

70 ટકા સુધી ભૂસ્ખલન

એશિયાના ઊંચા પર્વતો પૂર્વમાં હિમાલયથી પશ્ચિમમાં હિન્દુ કુશ અને તિયાન શાન પર્વતમાળા સુધી વિસ્તરેલા છે. જેમ જેમ પૃથ્વીની આબોહવા ગરમ થાય છે તેમ એશિયાના ઊંચા પર્વતોનું જળચક્ર બદલાઈ રહ્યું છે. તેમાં વાર્ષિક ચોમાસાની પેટર્ન અને વરસાદમાં ફેરફારનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદથી આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી શકે છે.જો કે હાલ હિમાચલ પ્રદેશના કિન્નોર સહિત વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલન અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે નાસાના આ અભ્યાસના પગલે ભારત સરકારે પણ એક સહાય લઈને પણ ચોક્કસ પગલાં લેવા રહ્યા.

મહત્વની વાત છે કે આ અભ્યાસમાં છેલ્લા ઘણા વર્ષોના ડેટાને સમજીને ભૂસ્ખલનનાં વલણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે કારણ કે આબોહવા ગરમ થઈ રહી છે. અભ્યાસમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ચીન અને નેપાળના સરહદી વિસ્તારમાં ભૂસ્ખલનમાં 30 થી 70 ટકાનો વધારો જોવા મળી શકે છે. ત્યારે હાલ હજુ ચોમાસુ બાકી હોય નાસાના આ અભ્યાસથી ભારતના વૈજ્ઞાનિકોને પણ એક દિશા મળી શકે છે, અને સાથે જ એક ચોક્કસ અભ્યાસમાં નાસાના મુદ્દા ઉમેરીને પહેલાથી જ આ વિસ્તારના લોકોને અવગત કરી શકાય છે.

Most Popular

To Top