Gujarat

ગુજરાત પોલીસની લાલ આંખ: ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ PIT-NDPS હેઠળ કાર્યવાહી, 5 આરોપીઓની અટકાયત

ગાંધીનગર,તા.16
ગુજરાતમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેપારને ડામવા માટે સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર આરોગ્ય અને યુવા પેઢીના ભવિષ્યને બચાવવા માટે પોલીસ તંત્રએ ડ્રગ્સના સોદાગરો સામે લાલ આંખ કરી છે.

પીટ-એનડીપીએસ એક્ટ હેઠળ કડક પગલાં
રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જૂનાગઢ જિલ્લામાં NDPS એક્ટ હેઠળ પકડાયેલા આરોપીઓ જામીન પર મુક્ત થયા બાદ પણ ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાયું હતું. આથી, તેમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તા. 15/04/2026 ના રોજ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ ઈલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ’ (PIT-NDPS Act-1988) ની કલમ 3(1) હેઠળ અટકાયત હુકમ કરવામાં આવ્યો છે.

  • ​ આરોપીઓનું વર્ગીકરણ: અટકાયત કરાયેલા આરોપીઓને બીજા વર્ગના અટકાયતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
  • ​જેલ હવાલે: આ આરોપીઓને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
  • ​ માર્ગદર્શન: આ સમગ્ર ઓપરેશન પોલીસ મહાનિદેશક (CID ક્રાઈમ અને રેલ્વેઝ) ના હુકમથી અને પોલીસ અધિક્ષક (A.N.T.F.) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
    ગુજરાત પોલીસના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.) દ્વારા કરવામાં આ કામગીરી કરવામાં આવી છે. નશીલા દ્રવ્યોની હેરાફેરી રાષ્ટ્રીય અર્થકારણને પણ ગંભીર નુકસાન પહોંચાડતી હોવાથી, આગામી સમયમાં પણ આવા તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી ચાલુ રાખવાની નેમ સીઆઈડી ક્રાઈમ દ્વારા વ્યક્ત કરાઈ છે.

Most Popular

To Top