Gujarat

આજે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ‘સંતાન વિકાસની સમગ્ર દૃષ્ટિ-ગર્ભાધાનથી શૈશવ શિક્ષણ સુધી’ વિષયક એક દિવસીય ‘રાષ્ટ્રીય કાર્યશાળા’

ગાંધીનગર, તા. 16

‘સંતાન વિકાસની સમગ્ર દૃષ્ટિ: ગર્ભાધાનથી શૈશવ શિક્ષણ સુધી’ વિષય સાથે આ કાર્યશાળા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર-૨૯, ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાશે. જેમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રતિભાગીઓએ સહભાગી થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગર્ભાધાનથી શૈશવ અવસ્થાની વચ્ચે સંતાનના શારીરિક, માનસિક, ભાવનાત્મક તથા બુદ્ધિ વિકાસને સમન્વિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગર્ભાધાન પૂર્વ સ્વાસ્થ્ય અને ગર્ભ વિજ્ઞાન,ગર્ભ સંસ્કાર, આયુર્વેદ અને ભારતીય જ્ઞાન પરંપરા, ભ્રૂણ વિકાસ, તંત્રિકા તંત્ર અને મગજનો વિકાસ, સ્વાસ્થ્ય-પોષણ અને ભાવનાત્મક વિકાસ, પરિવાર રચનામાં પરિવર્તન તેમજ નીતિ, શાસન અને સમકાલીન પરિપ્રેક્ષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. સાથેસાથે, સેમિનારમાં સંશોધન પત્રો પણ રજૂ કરવામાં આવશે.

આ કાર્યશાળા શિક્ષણવિદો, સંશોધકો, માતા-પિતા તેમજ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો માટે જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક મંચ સાબિત થશે .

Most Popular

To Top