National

એશિયા કપ પહેલા ભારતને આંચકો: રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ

નવી દિલ્હી: એશિયા કપ(Asia Cup) પહેલા ટીમ ઈન્ડિયા(Team India)ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ(Rahul Dravid) કોરોના પોઝિટિવ(Corona Positive) આવ્યા છે. જેથી તેઓએ પોતાને આઈસોલેટ કરી લીધા છે. જો કે તેઓ કોરોના પોઝીટીવ આવતા એશિયા કપમાં જઈ શકશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. ટીમ ઈન્ડિયા આજે UAE જવા રવાના થવાની છે. એશિયા કપ આ શનિવાર એટલે કે 27મી ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે અને ભારતની મેચ 28મીએ છે.

27મી ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણી બાદ બ્રેક પર હતા. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ, જે ODI શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પહોંચી હતી, તેની સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે હતા. કેએલ રાહુલ અને વીવીવીએસ લક્ષ્મણે ઝિમ્બાબ્વે સામે ક્લીન સ્વીપ કર્યું હતું. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થવાનો છે. 28 ઓગસ્ટે ભારતે તેની પ્રથમ મેચ રમવાની છે જે પાકિસ્તાન સામે થશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગે રમાવાની છે.

એશિયા કપમાં નહીં જોવા મળશે દ્રવિડ?
ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ વાત એ છે કે રાહુલ દ્રવિડ હવે કોરોના પોઝિટિવ થઈ ગયો છે અને આવી સ્થિતિમાં તેના માટે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સાથે હાજર રહેવું ઘણું મુશ્કેલ બની શકે છે. કારણ કે જ્યાં સુધી તે નેગેટિવ નહીં હોય અને ત્યાર બાદ ફિટ નહીં થાય ત્યાં સુધી તે ટીમમાં સામેલ થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં શું એશિયા કપમાં રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણ ટીમ સાથે પ્રવાસ કરશે, તે એક મોટો પ્રશ્ન છે.

એશિયા કપ માટેની ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન)
કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
ઋષભ પંત (વિકેટકીન)
દીપક હુડ્ડા
દિનેશ કાર્તિક (વિકેટમેન)
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
આર.કે. અશ્વિન
યુઝવેન્દ્ર ચહલ
રવિ બિશ્નોઈ
ભુવનેશ્વર કુમાર
અર્શદીપ સિંહ
અવેશ ખાન

સ્ટેન્ડબાય:
શ્રેયસ અય્યર
અક્ષર પટેલ
દીપક ચાહર

દ્રવિડ સર્વકાલીન મહાન ખેલાડીઓમાંનાં એક
તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડની ગણતરી ભારતના ઓલ ટાઈમ મહાન ખેલાડીઓમાં થાય છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા રાહુલ દ્રવિડે દેશ માટે 164 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 13288 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં રાહુલ દ્રવિડની બેટિંગ એવરેજ 52.31 રહી છે. તેમજ ODI ક્રિકેટમાં પણ, તેણે 344 મેચોમાં 10889 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 40ની આસપાસ રહી છે.

એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે
એશિયા કપ 2022 આ વર્ષે T20 ફોર્મેટમાં રમાશે અને તે 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. ટીમ ઈન્ડિયા દુબઈમાં આ મેચ જીતીને 2021માં હારનો બદલો લેવા માંગશે. ગયા વર્ષે દુબઈમાં જ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી અને હવે ભારત પાસે આ હારનો બદલો લેવાની તક છે. જો કે, જો દ્રવિડ કોરોનાથી સંક્રમિત થાય છે તો ભારતની તૈયારીઓને અસર થઈ શકે છે.

Most Popular

To Top