Vadodara

ફાઇન આર્ટ્સમાં હિંદુ દેવી દેવતાઓના અભદ્ર ચિત્ર મુકાતા હાેબાળો

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં પેપર કટીંગમાંથી બનાવવામાં આવેલા હિંદુ દેવી દેવતાના વાંધાજનક કટાઉટની ફ્રેમ મૂકીને એકઝિબિશનમાં મુકતા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફેકલ્ટીના પેઇન્ટીંગ ડિપાર્ટમેન્ટમાં વાંધાજનક લીટરેચર હોવાની આશંકાએ હિંદુવાદી સંગઠનો તથા એબીવીપી, બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પહોંચ્યા હતા અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમને સ્ટાફ રૂમમાં પ્રવેશવા માટે અટકાવવામાં આવી રહ્યા હતા. આગામી દિવસોમાં આ વિવાદ વકરે તો નવાઇ નહિ.

વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસનો વિવાદ સાથે જૂનો નાતો છે. અગાઉ પણ હિંદુ દેવી દેવતાઓના અપમાનનો મામલો સામે આવી ચુક્યો છે. ત્યારે આજે વધુ એક વિવાદની ઘટના સામે આવી છે. જેમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં દુષ્કર્મ કેસના વિવિધ ન્યુઝ પેપર દ્વારા કરવામાં આવેલા કવરેજને હિંદુ દેવી દેવતાઓને કટાઉટમાં ફ્રેમ કરીને મુકવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ વાતની જાણ થતા જ સિન્ડીકેટ મેમ્બર હસમુખ વાઘેલા તાત્કાલિક ફેકલ્ટી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા એબીવીપી સહિત વિવિધ હિંદુવાદી સંગઠનો યુનિ. કેમ્પસમાં પહોંચ્યા હતા. જ્યાં તમામને ફેકલ્ટીના પેઇન્ટીંગ ડિપાર્ટમેન્ટમાં વાંધાજનક લીટરેચર હોવાનું ધ્યાને આવતા તેઓએ પ્રવેશવા માટે પ્રયત્નો કર્યા હતા. તો બીજી તરફ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ તેઓને પ્રવેશતા અટકાવ્યા હતા.

જે બાદ વિવાદ પ્રચંડ બનતા યુનિ. વિજીલન્સ તથા પોલીસનો સ્ટાફ હાલ ઘટના સ્થળે જઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.દરમિયાન ફેકલ્ટીની ડિન ઓફિસ બહાર બે જુથ વચ્ચે ભારે ઘમાસાણ મચ્યું હોવાનું સામે આવ્યું છે. હિન્દુ દેવી દેવાતાઓના વાંધાજનક કટાઉટ ડિસપ્લે કરવાને મામલે એબીવીપી દ્વારા ફેકલ્ટીના ડિન જયરામ પોંડુવાલના રાજીનામાની માગ કરતા આવેદન આપ્યું છે. અને વહેલી તકે ડિન પદેથી જયરામ પોડુંવાલ રાજીનામુ આવે તેવી માગ એબીવીપીના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહીં છે.સમગ્ર મામલો એટલો ઉગ્ર બન્યો કે, પોલીસે દરમિયાનગીરી કરવાની નોબત પડી હતી. તેવામાં ફાઇન આર્ટસ ફેકલ્ટીના કેમ્પસમાં જય જય શ્રી રામ, શ્રી રામ જય રામ જય જય રામ.. ઇનકો સબબુદ્ધિ દે ભગવાન, તથા દેશ કે ગદ્દારો કો ગોલી મારો સાલો કોના નારા ગુંજ્યા છે. શિક્ષા ધામમાં મચેલા ધમાસાનને ને કારણે આગામી સમયમાં વિવાદ વકરે તો નવાઇ નહિ. જો કે, સમગ્ર મામલે ફેકલ્ટી ડિન દ્વારા આવું કંઇ બન્યું હોવાની વાતને સદંતર નકારી કાઢવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

ડીનને તાત્કાલિક સસ્પેન્ડ કરો :ABVP
એક્ઝિબિશનમાં નગ્ન દેવી દેવતાઓના ફોટા બાબતે આક્રોશ વ્યક્ત કરતા ફેકલ્ટીના ડીન અને રાષ્ટ્ર વિરોધી તત્વોને હાથ હોય તેવો આક્ષેપ કરતા તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેવી દેવતાના ફોટા અને રેપ કેસના ફોટા લગાવ્યા છે. અશોક સ્તંભની નીચે નાગુ પીઓના ફોટા લગાવેલા છે. ની ગરિમાને લજવતી ઘટના બાબતે વિદ્યાર્થી સંગઠન કદાપી ચલાવી નહીં લે.

કોઈ ફોટા મળ્યાં જ નથી: પીઆઇ
સયાજીગંજ પીઆઇ જાડેજાએ આ બાબતે ચોકાવનારી નિવેદન આપતા જણાવ્યું હતું કે હિન્દુઓની લાગણી દુભાય તેવા દેવી-દેવતાઓના કોઈ ફોટા મળ્યા જ નથી અને મળશે તો અમે કાનૂની કાર્યવાહી કરીને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરીસુ.

એમએસ યુનિ.અમારી મા છે : નીરજ જૈન
ધારાશાસ્ત્રી નિરજ જૈને જણાવ્યું હતું કે ખોડીયાર માતા દત્તાત્રેય વિષ્ણુજી લક્ષ્મીજીના ઉપર જે અભદ્ર પિક્ચર બનાવવામાં આવ્યા છે. એનાથી અવારનવાર હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે એમએસ મારી મા છે અને હંમેશા રહેશે. હાલમાં જે કૃત્ય થયું છે તે બાબતે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આરોપીને કડક થી કડક સજા મળવી જોઈએ ઉગ્ર સ્વર માં માંગ કરી હતી.
રાષ્ટ્ર વિરોધી તત્વો આવા કૃત્યો કરે છે : ધારાશાસ્ત્રી ભાવિન
આર્ટ્સ ફેકલ્ટીમાં છેલ્લા ૧૭ વર્ષથી ધર્મના નામે ચિત્રો દોરવામાં આવે છે બાકી હિન્દુ ધર્મની લાગણી દુભાય છે જય ચૂંટણી આવે ત્યારે રાષ્ટ્રધ્વજની તો આવા ધંધા કરી રહ્યા છે. ફેકલ્ટી મા કેટલાક તત્ત્વો નશાનો કારોબાર ચલાવે છે. કોઈ ચંદ્રમોહન રોલ મોડલ હોવો જ ના જોઈએ. ફેકલ્ટી મા સમાન છે તેના પર આવો હિચકારો હૂમલો કયારેય સાંખી નહીં લેવાય.

ફોટા વાયરલ ક્યાંથી થયા ? હસમુખ વાઘેલા
ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલુ છે ત્યારે જ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું ભડકો થતા ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ એવું સિન્ડીકેટ મેમ્બર હસમુખ વાઘેલાએ જણાવ્યું હતું. દેવી દેવતાઓના ફોટા વાયરલ થયા ક્યાંથી થયા કોણે કર્યા એની પાછળ કોનો હાથ છે અને આવા ફોટા વાયરલ કરવાનું કારણ શું કે તમામ દિશા તરફ તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે.

Most Popular

To Top