SURAT

ફેનિલને જાણે ફાંસીની સજાનો પણ કોઈ ડર નહીં, જેલમાં જઈ કર્યું આ કામ

સુરત: (Surat) ગ્રીષ્મા (Grishma) વેકરિયા હત્યા (Murder) કેસમાં સુરતની સેશન્સ કોર્ટના (Sessions Court) જ્જ વિમલ વ્યાસે આરોપી ફેનિલ (Fenil) ગોયાણીને 5મી મેના રોજ ફાંસીની (Hanging Till Death) સજા સંભળાવી હતી. કોર્ટે ચૂકાદો આપતી વેળા નોંધ્યું હતું કે, આરોપી ફેનિલને ગ્રીષ્માની હત્યાનો અફસોસ હોવાનું સમગ્ર કેસની સુનાવણી દરમિયાન જરાય જોવા મળ્યું નથી. કોર્ટે ફેનિલને આતંકી અજમલ કસાબની સાથે સરખાવતા કહ્યું હતું કે, જેમ આતંકવાદી (Terrorist) કસાબે (Kasab) લોકોની ચીચીયારીઓને અવગણીને બેફામ ગોળીઓ વરસાવી સેંકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તે જ રીતે ફેનિલે કસાઈની જેમ બરોબર નિશાન સાધીને એક જ ઝાટકે ગ્રીષ્માનું ગળું પશુની જેમ ચીરી નાંખ્યું હતું. આરોપીને આજીવન કેદથી વધુ સજા આપવી પડે અને તે માત્ર ફાંસી છે. આમ, કોર્ટે ફેનિલને ફાંસી સજા ગુરુવારે સંભળાવી હતી.

ભલભલા આરોપી ફાંસી અને આજીવન કેદની સજા સાંભળ્યા બાદ તૂટી જતા હોય છે. અસ્વસ્થ થઈ જતા હોય છે, પરંતુ ફેનિલ સાથે એવું કશું જ બન્યું નહીં. કેસની સુનાવણી દરમિયાન જેમ સ્વસ્થ દેખાતો હતો તે જ રીતે ફાંસીની સજા સાંભળ્યા બાદ પણ તેના ચહેરા પર કોઈ ચિંતા કે ડરના ભાવ દેખાયા નહોતા. એટલું જ નહીં જેલમાં ગયા બાદ પણ તેના રૂટિનમાં કોઈ ફરક આવ્યો નહોતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફેનિલને જેલમાં 2231 નંબર આપવામાં આવ્યો છે, હવે તેને ફાંસી થાય ત્યાં સુધી તે લાજપોર જેલમાં 2231 નંબરના કેદી તરીકે ઓળખાશે. ગુરુવારે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી ત્યાર બાદ તેને પરત લાજપોર જેલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તે થોડો સમય માટે નર્વસ દેખાયો હતો, પરંતુ ત્યાર બાદ તે રૂટિન પ્રમાણે વર્તવા લાગ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જેલ પ્રશાસન દ્વારા અપાયેલું રાત્રિ ભોજન તેને લીધું હતું. દાળ-ભાત, શાક રોટલી તે સ્વસ્થાપૂર્વક જમ્યો હતો.

હવે શું?
ગઈ તા. 12 ફેબ્રુઆરીના રોજ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની તેના જ ઘર પાસે પરિવારજનોની નજર સામે ધારદાર ચપ્પુથી ગળું કાપી ફેનિલ ગોયાણીએ હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે 3 મહિનાની સુનાવણી બાદ 5 મેના રોજ આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. હવે આ કેસમાં શું થશે? ફેનિલને ફાંસી ક્યારે મળશે? તે સવાલો ઉઠી રહ્યાં છે. કાયદા મુજબ આરોપીને ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે. ફેનિલના વકીલે પણ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી શકે છે. તે જોતાં ફેનિલને ફાંસી મળવાનો ઘણો સમય લાગી શકે છે.

Most Popular

To Top