Gujarat

રાજયના 22 તાલુકાઓમાં વરસાદ, ગાંધીનગરમાં મીની વાવાઝોડુ અને કરા સાથે વરસાદ થયો

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત (Gujarat) પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આજે રાજયમા ૨૨ તાલુકાઓમાં વરસાદ થયો છે. ખાસ કરીને ભૂજમાં ૪૭ મીમી એટલે કે લગભગ બે ઈંચ જેટલો વરસાદ (Rain) થયો છે. જો કે હવામાન વિભાગે આગામી ૨૨મી માર્ચ સુધી માવઠુ થવાની ચેતવણી ઈશ્યુ કરી છે. આજે રાત્રે ૯થી ૧૦ વાગ્યાની વચ્ચે સમગ્ર પૂર્વ પટ્ટી , ઉત્તર ગુજરાત ,અમદાવાદ – ગાંધીનગર તથા અમરેલી વિસ્તારમા ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે.

આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ભૂજમાં ૪૭ મીમી , બહુચરાજીમાં ૧૮ મીમી , સુરતના માંગરોળમાં ૧૦ મીમી , ભરૂચના વાગરામાં ૯ મીમી વરસાદ થયો છે. જયારે અન્ય તાલુકાઓમાં ૮થી૧ મીમી વરસાદ થયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં ,પંચમહાલ , દાહોદ , મહીસાગર , પંચમહાલ , અરવલ્લી , સુરત , નવસારી , વલસાડ, તાપી , ડાંગ , દાદરા નગર હવેલી , સુરેન્દ્નગર , બોટાદ , જામનગર , અમરેલી , ભાવનગર, બોટાદ , કચ્છ, રાજકોટ, બનાસકાંઠા , સાબરકાંઠા , મહેસાણા, પાટણ , ગાંધીનગર , અરવલ્લી , હજુયે તા.૨૨-૨૩મી મી માર્ચ સુધીમાં વરસાદની વકી રહેલી છે.જયારે પ્રતિ કલાકના ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે અમદાવાદમાં ૩૫ ડિ.સે., ગાંધીનગરમાં ૩૫ ડિ.સે., ડીસામાં ૩૪ ડિ.સે.,વડોદરામાં ૩૩ ડિ.સે.,સુરતમાં ૩૨ ડિ.સે.,વલસાડમાં ૩૭ ડિ.સે., અમરેલીમાં ૩૪ ડિ.સે., ભાવનગરમાં ૩૩ ડિ.સે.,રાજકોટમાં ૩૬ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૩૬ ડિ.સે., ડિ.સે.,મહુવામાં ૩૨ ડિ.સે., ભૂજમાં ૩૫ તથા નલીયામાં ૩૪ ડિ.સે., કંડલા એરપોર્ટ પર ૩૫ ડિ.સે. મહત્તમ તાપમાન (ગરમી) નોંધાવવા પામ્યુ છે.

વિધાનસભામાં વન – પર્યાવરણ – પ્રવાસન – કલાયમેટ ચેન્જ વિભાગનું બજેટ પસાર કરાયુ
ગુજરાત વિધાનસભામા આજે વન – પર્યાવરણ – પ્રવાસન – કલાયમેટ ચેન્જ વિભાગનું બજેટ પસાર કરાયુ હતું. પ્રવાસન વિભાગના ૧૪૦૭ કરોડના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા કેબીનેટ મંત્રી મૂળૂભાઈ બેરાએ કહયું હતું કે , રાજયમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાંથી ૬૦૦ કરોડની જોગવાઈ ધોળાવીરા , દેવની મોરી , ડોનહિલ , કડાણાડેમ , ધરોઈ ડેમ , બેટ દ્વારકા, પોરબંદર , નારાયણ સરોવર , નળ સરોવર , થોળ અને શ્રી કૃષ્ણ રૂક્ષમણી મંદિર નો વિકાસ કરાશે.૧૨ કરોડના ખર્ચે બરડા ડુંગરની સર્કિટ પણ વિકસાવાશે. વન – પર્યાવરણ વિભાગની ૨૦૨૩-૨૪ વર્ષનું ૧૯૭૮.૭૪ બજેટ મંજૂર કરાયુ હતું. જયારે કલાયમેટ ચેન્જ વિભાગની ૧ કરોડ ૯૪ લાખનું બજેટ પસાર કરાયુ હતું.

Most Popular

To Top