Dakshin Gujarat

ભરૂચ-નર્મદાના 5 ડેમ હાઈ એલર્ટ પર: પૂરનો ખતરો વધ્યો

અંકલેશ્વર: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) સતત ભારે વરસાદના (Heavy Rain) પગલે તમામ ડેમના (Dam) દરવાજા (Gate) ખોલાતા નર્મદા ડેમમાં સતત પાણીની સપાટી વધી રહી છે ભરૂચ જિલ્લાનો પિંગુટ ઓવરફ્લો, ધોળી અને બલદેવા ડેમ છલકાવવાની કગારે, 34 ગામ એલર્ટ મોડમાં, નર્મદાના 2 ડેમ પહેલેથી જ છલકાઈ રહ્યાં છે મધુવંતી, કીમ અને ટોકરી નદી ઉપર આવેલા છે ચેકડેમ ગુજરાતમાં તો હાલ ભારે વરસાદ નથી વરસી રહ્યો પણ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વર્ષાથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકધારી આગળ વધી રહી છે. બીજી તરફ ભરૂચ અને નર્મદા જિલ્લાના હાઈ એલર્ટ 5 પૈકી 3 ડેમ છલકાઈ રહ્યા છે. જ્યારે 2 ઓવરફ્લો થવાની કગારે આવીને ઊભા છે.

ચોમાસાની મોસમમાં આ વખતે ભરૂચ જિલ્લાના મધ્યમ સિંચાઇના આવેલા ત્રણે ડેમ પૈકી એક છલકાઈ ઉઠ્યો છે જ્યારે 2 ડેમ તૈયારીમાં છે. પિંગુટ ઓવરફ્લો થયો છે. ત્યારે બલદેવા અનવ ધોલી ગમે ત્યારે છલકાઈ શકે છે. ત્રણેય ડેમમાં બારા નથી તેથી છલતી (સૂપડા)માંથી વધુ વરસાદમાં ઓવરફલો થઇ પાણી વહી જાય છે. મધુવંતી નદી ઉપર આવેલો ધોલી ડેમ હાલ છલકાતા 478 ક્યુસેક પાણી નદીમાં ઠાલવી રહ્યો છે. જેને લઈ 10 ગામો એલર્ટ છે. નેત્રંગ તાલુકામાં પિગુટ ગામ પાસે આવેલ પિગુટ ડેમ 91.01 % હાઈએલર્ટ સ્ટેજે ભરાઇ ગયો છે. પાણીની આવક વધતા 100 % ઉપર જતાં ઓવારફ્લો થવાની શકયતા છે.

ડેમની હેઠવાસનાં ગામો પૈકી નેત્રંગ તાલુકાના મૌઝા, કામલીયા, ચીખલી, ગુંદીયા તથા વાલિયા તાલુકાના રાજપુરા, જાબુગામ, વાંદરીયા, યોરઆંબલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી વગેરે ગામનાં લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા સૂચના અપાઈ છે. બલદેવા ડેમ પણ હાઈ એલર્ટ વચ્ચે ઓવરફ્લો થવાથી 12 સેમી દૂર છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા જિલ્લાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા વીજ ઉત્પાદન વતી નદીમાં પાણી ઠલવાઇ રહ્યું છે.

નીચાણવાસ ભરૂચ અને નર્મદામાં વરસાદના કારણે આવી સ્થિતિ છે ત્યારે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસી રહેલો વરસાદ પણ ડાઉન સ્ટ્રિમમાં સંભવિત પૂરનું જોખમ ઉભું કરી શકે તેમ છે. હાલ મધ્યપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ જારી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં મદયપ્રદેશના તવા સહિતના દરવાજા ખોલી નાખવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થતા સપાટીમાં 10 થી 12 સેમીનો એકધારો વધારો થઈ રહ્યો છે. હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ જો ભારે વરસાદ વરસે તો પૂરનું સંભવત સંકટ ઉભું થઈ શકે છે.

Most Popular

To Top