National

તમારે જે કરવું હોય તે કરી લો અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી સફળતા મળી છે. કોલકાતા(Kolkata) અને મુંબઈ(Mumbai)માં સર્ચ(Search) દરમિયાન, EDને કેટલીક શંકાસ્પદ એન્ટ્રી(Entries)ઓ તેમજ હવાલા ટ્રાન્ઝેક્શન(transaction)નાં સબુત(Evidence) મળી આવ્યા છે. કોલકાતામાં ડોટેક્સ કંપનીની ઓફિસમાંથી યંગ ઈન્ડિયાને આપવામાં આવેલી 50 લાખ રૂપિયાની લોન સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ એન્ટ્રી બુકમાં મળેલા હવાલામાંથી ટ્રાન્ઝેક્શનની કડીઓ મળી આવી છે. હાલ આ તમામની તપાસ ચાલી રહી છે.

  • કોલકાતા અને મુંબઈમાં સર્ચ દરમિયાન EDને શંકાસ્પદ એન્ટ્રી મળી આવી
  • તપાસ દરમિયાન હવાલા વ્યવહારની કડીઓ પણ મળી આવી
  • EDએ નેશનલ હેરાલ્ડ ઓફિસ સીલ કરી

બીજી તરફ ગઈકાલે મોટી કાર્યવાહી કરતા EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે. આ સાથે, EDએ નિર્દેશ આપ્યો છે કે એજન્સીની પરવાનગી વિના પરિસરને ખોલવું નહીં. EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર પૂર્વ પરવાનગી વગર ઓફિસ ન ખોલવા માટે નોટિસ લગાવી છે. EDએ મંગળવારે આ ઓફિસની તપાસ કરી હતી, ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવી છે. EDની ટીમે અહીં દસ્તાવેજો શોધવા માટે દરોડા પાડ્યા હતા.

રાહુલ ગાંધીનાં ભાજપ પર આકરા પ્રહાર
નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તપાસમાંથી ભાગી જવાના ભાજપના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું, સાંભળો, અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, વાતને સમજી ગયા. જે કરવું હોય તે કરી લે કોઈ ફર્ક નથી પડતો, સમજી ગયા વાતને જે કરવું હોય તે કરી લો અમારું જે કામ છે દેશની રક્ષા કરવાનું, લોકતંત્રની રક્ષા કરવાનું, દેશની સમરસતા જાળવવી. એ મારું કામ છે અને હું એ કરવાનું ચાલુ રાખીશ. તમે ગમે તે કરો, તેનાથી કોઈ ફરક પડતો નથી.”

દિલ્હી, લખનૌ, કોલકાતામાં 12 સ્થળો પર દરોડા
અગાઉ નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ દિલ્હી, લખનૌ, કોલકાતામાં 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૈસાની લેવડદેવડ સંબંધિત વધારાની માહિતી એકઠી કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા મુખ્યત્વે એવા એકમો પર પાડવામાં આવ્યા હતા જેઓ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા વ્યવહારોમાં સામેલ હતા. આ કેસમાં તાજેતરના કેટલાક લોકોની પૂછપરછમાંથી બહાર આવેલા નવા પુરાવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top