Top News

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થશે શાંતિ ચર્ચા? બે મુખ્ય અમેરિકી પ્રતિનિધિઓ કાલે પાકિસ્તાન જશે

અમેરિકા અને ઈરાન વચ્ચે ના વધતા તણાવ ને કારણે રાજનૈતિક પ્રયાસો ફરી તેજ થયા છે. અમેરિકાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેના બે મહત્વપૂર્ણ પ્રતિનિધિઓ (Steve Witkoff) અને (Jared Kushner) કાલે પાકિસ્તાન જઈ ઈરાન સંબંધિત ચર્ચાઓ માટે ભાગ લેશે. બેઠક પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ ઘટાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ ચર્ચાઓ પાકિસ્તાનની મધ્યસ્થતામાં યોજાવાની છે અને બંને દેશો વચ્ચે તાજેતરમાં અટકી ગયેલી ચર્ચાઓને ફરી શરૂ કરવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. અગાઉ થયેલી વાતચીતમાં કોઈ સ્પષ્ટ પરિણામ ન મળતાં હવે નવી રાઉન્ડ ચર્ચાઓ પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

પાકિસ્તાન બની રહ્યું છે મધ્યસ્થ દેશ
માહિતી મુજબ પાકિસ્તાન આ સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) પણ પોતાના પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન સહિત અન્ય દેશોની મુલાકાતે જઈ રાજનૈતિક ચર્ચાઓ આગળ વધારશે.જો કે આ ચર્ચાઓનો મુખ્ય હેતુ અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને શમાવવા અને ceasefire અંગે આગળની પ્રક્રિયા નક્કી કરવાનો છે.

અગાઉની ચર્ચાઓ નિષ્ફળ રહી હતી
આ પહેલાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરની ચર્ચાઓ યોજાઈ હતી, પરંતુ તેમાંથી કોઈ ચોક્કસ સમજૂતી થઈ શકી નહોતી. હવે બીજી વાર ચર્ચા થવાની સંભાવનાએ ફરી આશા જગાવી છે. જે બાદ પણ તણાવની સ્થિતિ હજુ યથાવત છે અને બંને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ પણ દેખાઈ રહ્યો છે. તેમ છતાં અમેરિકી વ્હાઈટ હાઉસ તરફથી આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારી બેઠકમાંથી સકારાત્મક પરિણામ મળી શકે છે.

સીધી બેઠક અંગે ઈરાનનો સંકોચ
જોકે અમેરિકા તરફથી પ્રતિનિધિઓ પાકિસ્તાન જઈ રહ્યા છે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હાલ સીધી અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરવાની કોઈ યોજના નથી અને ચર્ચાઓ મધ્યસ્થ મારફતે થઈ શકે છે.

મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે ચર્ચા મહત્વપૂર્ણ
મધ્યપૂર્વમાં વધતા સૈન્ય તણાવ અને સમુદ્રી માર્ગોને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે આ રાજનૈતિક ચર્ચાઓ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો આ ચર્ચાઓ સફળ થાય તો પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે મોટું પગલું સાબિત થઈ શકે છે.

Most Popular

To Top