Gujarat

ગાંધીનગરમાં કોરોનાની વકરતી હાલત, 24ના કોરોનાથી મોત

GANDHINAGAR : રાજયમાં એક તરફ કોરોનાના ( CORONA) કારણે 42 દર્દીઓનું મોત નીપજયું છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ કોરોનાએ 24 જેટલા કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીઓનો ભોગ લીધો છે. હવે ગાંધીનગરમાં પણ અંતિમવિધી માટે વેઈટિંગ ચાલુ થઈ ગયું છે. રાજયમાં કોરોનાના કુલ કેસોનો આંક વધીને 3,37,015 સુધી પહોચી ગયો છે. રાજય સરકારના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓમાં ગાંધીનગરમાં માત્ર કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE) હોય તેવા 1 દર્દીનું મોત દર્શાવવામા આવ્યું છે. તો સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 24 દર્દીઓએ જાન ગુમાવ્યો છે. ગાંધીનગર શહેર – જિલ્લા સહિત કુલ 86 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સરકારી ચોપડે ગાંધીનગરના 24 દર્દીઓના મૃત્યુના આંકડા દર્શાવવામાં આવ્યા નથી.

અમદાવાદમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ ( CORONA BLAST) થતા એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક એક હજાર 296 પોઝિટીવ કેસ નોંધાયા. તો 12 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસી સંખ્યા વધીને ત્રણ હજાર 421 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 75 હજાર 570 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક પણ બે હજાર 353 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એટલી ભયાવહ થઈ ગઈ છે કે શહેરમાં સરકારી એમ્બ્યુલંસ અને શબવાહીની મેળવવા માટે બે કલાકથી પણ વધુના સમયનું વેઈટિંગ ચાલી રહ્યું છે. સરકારી જ નહી લોકોને ખાનગી એમ્બ્યુલંસ મેળવવામાં પણ ફાંફા પડી રહ્યાં છે.

અમદાવાદમાં શુક્રવારે 485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં કોરોનાનું એ હદે સંક્રમણ વધ્યું છે કે છેલ્લા એક વર્ષથી અમદાવાદ શહેરના અલગ અલગ દરેક વિસ્તારને સેનેટાઈઝર કરવાની કામગીરીમાં જોડાયેલા અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ પર આ વર્ષે ગાજ વરસી છે. ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર સહિત છથી વધુ અધિકારીઓ ઉપરાંત કુલ 20 ફાયર સ્ટાફના કોરોના સંક્રમિત થયા છે. તો મનપાની ચૂંટણીમાં લોકોના ટોળા એકઠા કરનાર કોર્પોરેટરો પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે.

રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે. 

Most Popular

To Top