World

આ કારણોથી ચીનની પ્રજા રાષ્ટ્પતિ શી જિંગપિંગથી ત્રસ્ત : હવે માંગી રહી છે રાજીનામુ

નવી દિલ્હી: ફરી એક વાર ચીનમાં (China) કોરોનાના વાયરસની (Corona virus) સ્થિતિ બેકાબૂ બનવા લાગી છે. ચીનના રાષ્ટ્રપતિ (President) શી જિનપિંગના (Jinping) નિર્દેશ પર કોરોનાના બે-ચાર કેસ સામે આવ્યા નથી કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન (Lockdown) લાગવી દેવાનો હુકમ કરે છે. હવે આવી સ્થિતિને લઇ ચીનની જનતાના ધીરજના બાણ તૂટી ગયા છે. ગઈ છે. વિવિધ સ્થળોએ લોકડાઉં અને અરાજકતા ભરી પરિસ્થિતિને કારણે હવે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે. એટલુંજ નહિ સ્થાનિક પ્રજા હિંસક બનીને પોલીસ અને પ્રસાસન સાથે હિંસક અથડામણ કરી રહ્યા છે. હવે જેતે વિસ્તારો માં આગચંપી જેવી ઘટનાઓ સામાન્ય બનીને રહી ગઈ છે. ચીનના શિનજિયાંગની રાજધાની ઉરુમકીમાં આગમાં10 લોકોના મોત થયા બાદ લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. હવે લોકો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માંગ કરવા લાગ્યા છે.

300 વિરોધીઓને વિખેરવા માટે પોલીસે મરીના સ્પ્રેનો મારો ચલાવ્યો
પ્રાપ્ત જાણકારી અનુસાર ચીનના પશ્ચિમી વિસ્તારમાં શિનજિયાંગ પ્રદેશમાં એક વિશાળ આગને કારણે શનિવારે રાત્રે કોવિડ-19ના લાદી દેવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં અનેક શહેરોમાં ગુસ્સો અને વિરોધ ફૂટી નીકળ્યો હતો. મધ્યરાત્રિએ મિડલ ઉરુમકી રોડ પર વિરોધ કરવા માટે ઉતરી આવેલા લગભગ 300 વિરોધીઓને વિખેરવા માટે પોલીસે મરીના સ્પ્રેનો મારો કરી વિરોધીઓને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. ઉરુમકીમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 10 લોકોના મોત બાદ ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધકર્તાએ કહ્યું કે તેના એક મિત્રને પોલીસે માર માર્યો હતો અને તેના બે મિત્રો સામે મરીના સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શી જિનપિંગ રાજીનામું આપે,કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડોના લગાવ્યા નારા
વિરોધીઓએ ‘શી જિનપિંગ રાજીનામું આપો અને કમ્યુનિસ્ટ પાર્ટી છોડો’ના નારા લોકો લગાવી રહ્યા છે.’ઝિનજિયાંગ પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવો,ની માંગ પણ લોકો કરી રહ્યા છે..ચીન પરના પ્રતિબંધો હટાવો અમને આરટીપીસીઆર ટેસ્ટ પણ નથી જોઈતા અમને સ્વતંત્રતા જોઈએ છે,જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ શનિવારે શિનજિયાંગ પ્રદેશના સત્તાવાળાઓએ ઉરુમકીના કેટલાક પડોશમાંથી પ્રતિબંધો હટાવ્યા હતા. ઉરુમકીના રહેવાસીઓએ શહેરના ત્રણ મહિનાથી વધુ લાંબા લોકડાઉન સામે અસાધારણ મોડી રાતના પ્રદર્શનો કર્યા પછી સત્તાવાળાઓને પ્રતિબંધો હટાવવાની ફરજ પડી હતી.

બિલ્ડીંગમાં કોઈ જ પ્રતિબંધ લાદવામાં આવ્યા ન હતા
વાઈરસ પ્રતિબંધોને કારણે મુકવામાં આવેલા બેરિકેડ્સને કારણે આગ વધુ ભડકી હતી ઘણા લોકોએ એવા આરોપો લગાવ્યા હતા કે ઈમરજન્સી ક્રૂને આગ ઓલવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.પરંતુ અધિકારીઓએ આ આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ઈમારતમાં કોઈ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા જ ન હતા અને ત્યાં બિલ્ડીંગમાં રહેતા રહેવાસીઓને જવાની અને આવવાની મંજૂરી આપવામાં આવી હતી.

Most Popular

To Top