Sports

સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બાકાત રાખતા સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ફાટ્યો

નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રવિવારે સિરીઝની બીજી વનડે રમાઈ હતી. આ મેચ વરસાદના (Rain) કારણે રદ્દ (Cancel) થઈ ગઈ હતી. જોકે અહીં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા હતા, જેના કારણે ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. કારણ કે ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો.

સંજુ સેમસનને તક આપવા માટે ફેન્સ સતત અવાજ ઉઠાવી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે ઘણીવાર સેમસનને તક મળે છે પરંતુ લાંબા બ્રેક પછી. કારણ કે તે પછી સિનિયર ખેલાડીઓ રમી રહ્યા છે, આ સિવાય તેમને સતત ટીમમાં પસંદ કરવામાં આવતા નથી. ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા, શાર્દુલ ઠાકુર અને સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર કરવામાં આવ્યા. જ્યારે તેમના બદલે દીપક ચહર, દીપક હુડ્ડાની એન્ટ્રી થઈ હતી. તે સ્પષ્ટ છે કે દીપક હુડ્ડા પર તેના બોલિંગ વિકલ્પને કારણે ધ્યાન આપવામાં આવ્યું છે.

  • સંજુ સેમસનનો ODI રેકોર્ડ: 11 મેચ, 10 ઇનિંગ્સ, 330 રન, 66 એવરેજ
  • વનડેમાં સંજુ સેમસન ઇનિંગ્સઃ 46, 12, 54, 6, 43, 15, 86, 30, 2*, 36

જો કે, સંજુ સેમસનના ફેન્સ ટીમમા કરવામાં આ ફેરફારથી નારાજ થયા હતા. અને તરત જ ટ્વિટર પર આ ટ્રેન્ડિંગ વિષય બની ગયો હતો. ચાહકોએ બીસીસીઆઈ પર સંજુ સેમસન સાથે જાણીજોઈને ભેદભાવ કરવામાં આવ્યો હોય તેવો આરોપ લગાવ્યો હતો, સાથે જ ઘણા ફેન્સે ODI ક્રિકેટમાં સંજુના રેકોર્ડની વાત કહી હતી. ચાહકોએ લખ્યું કે સંજુ સેમસન બીસીસીઆઈ માટે આસાન ટાર્ગેટ છે. પ્રશંસકોએ લખ્યું કે સંજુને માત્ર એક જ મેચ બાદ ડ્રોપ કરવામાં આવ્યો છે, BCCI શું કરી રહ્યું છે.

બીજી વનડેમાં બંને ટીમોની પ્લેઈંગ-11:
ભારતની પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ-11: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડીરેલ મિશેલ, ટોમ લેથમ (wk), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન

Most Popular

To Top