National

હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે ભાજપે(BJP) ગુરુવારે ઉમેદવારો(Candidate)ની તેની બીજી યાદી (list) બહાર પાડી છે. જેમાં છ ઉમેદવારોના નામ છે. 19 ઓક્ટોબરે ભાજપે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 62 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલનું નામ બીજી યાદીમાં પણ નથી. આના પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ચૂંટણી નહીં લડે.

કોને ક્યાંથી ટિકિટ મળી
બીજી યાદીમાં ભાજપે દહેરા બેઠક પરથી રમેશ ધવલાને ઉમેદવાર બનાવ્યા છે. તેવી જ રીતે જ્વાલામુખીથી રવિન્દ્ર સિંહ રવિ, કુલ્લુથી મહેશ્વર સિંહ, બડસરથી માયા શર્મા, હરોલીથી પ્રોફેસર રામકુમાર, અનુસૂચિત જાતિ માટે અનામત રામપુર બેઠક પરથી કૌલ નેગીને ટિકિટ આપવામાં આવી છે.ભાજપે તેના 62 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે. તેનું નોટિફિકેશન 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવ્યું હતું. 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 12મી નવેમ્બરે મતદાન થશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.

ભાજપની પ્રથમ યાદી
ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં 19 નવા ચહેરાઓ સામેલ છે. આ ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં પાંચ ડોકટરો અને એક નિવૃત્ત વહીવટી અધિકારી (આઈએએસ)ના નામ સામેલ છે. ભાજપે શિમલાની આઈજીએમસી હોસ્પિટલના વરિષ્ઠ તબીબી અધિક્ષક ડો. જનક રાજને ભરમૌરથી, એલોપેથિક ડોક્ટર રાજેશ કશ્યપ અને સોલન અને ભોરંજથી ડો. અનિલ ધીમાન, કસૌલીથી આયુર્વેદિક ડોક્ટર રાજીવ સેજલ અને નાહનથી રાજીવ બિંદલને ટિકિટ આપી છે. નિવૃત્ત IAS અધિકારી જેઆર કટવાલને ઝંડુટાથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપની પ્રથમ યાદીમાં પાંચ મહિલાઓના નામ છે. શાહપુર બેઠક પરથી કેબિનેટ મંત્રી સરવીન ચૌધરી ફરી ચૂંટણી મેદાનમાં છે. સિરાજમાંથી મુખ્યમંત્રી જયરામ ઠાકુર ઉમેદવાર હશે. જ્યારે ધારાસભ્ય રીના કશ્યપને પછાડ અને રીટા ધીમાનને ઈન્દોરા સીટથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપે પ્રથમ યાદીમાં મંત્રી મહેન્દ્ર સિંહ ઠાકુર સહિત 11 ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. આ સાથે જ બે મંત્રીઓના વિધાનસભા ક્ષેત્રોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top