Business

ચીનને ફરી એક મોટો ઝટકો આપશે એપલ કંપની! હવે ભારતમાં એરપોડ્સનું ઉત્પાદન કરશે!

નવી દિલ્હી: અમેરિકન (America) કંપની Apple ફરી ચીનને (China) ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ કંપનીએ ચીનમાં આઇફોનનું (iPhone) ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આવનારા સમયમાં મોટાભાગનું ઉત્પાદન ભારતમાં (India) થશે. ત્યારે હવે કંપની એરપોડ્સ (Air Pods) અને બીટ્સ હેડફોનનું (Beats headphones) ઉત્પાદન પણ ભારતમાં ખસેડી શકે છે.

મળતી માહિતી અનુસાર Appleએ સપ્લાયર્સને એરપોડ્સ અને બીટ્સ હેડફોન્સનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવા કહ્યું છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આઈફોન બનાવતી ફોક્સકોન ભારતમાં જ બીટ્સ હેડફોન બનાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલા અમેરિકાએ ચીનમાં એપલનું ઉત્પાદન ઘટાડવાની વાત કહી હતી. આ સાથે જ ભારતમાં iPhone14નું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.

એરપોડ્સનું ઉત્પાદન પણ કરી શકાય છે
એવું માનવામાં આવે છે કે હવે ભારતમાં એરપોડ્સ પણ બનાવવામાં આવશે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવું થાય છે તો તે ભારત માટે મોટી જીત હશે કારણ કે તેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધારો થશે. રિપોર્ટ અનુસાર, લક્સશેર પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી, જે હાલમાં ચીન અને વિયેતનામમાં એરપોડ્સનું ઉત્પાદન કરે છે, તે એપલને લોકપ્રિય વાયરલેસ ઇયરફોન બનાવવામાં મદદ કરવા જઈ રહી છે. જોકે. ફોક્સકોને આ અંગે કોઈ માહિતી આપી નથી.

તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં વર્ષ 2017માં નાના સપ્લાયર વિસ્ટ્રોન સાથે આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપનીની લેટેસ્ટ iPhone 14 સિરીઝનું ઉત્પાદન પણ દેશમાં જ થશે. તેનું ઉત્પાદન સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ કંપની ભારતમાં ઉત્પાદન કરવા અને સ્થાનિક બજારની સપ્લાયને પૂરી કરવાનું વિચારી રહી હતી. પરંતુ, હવે કંપની ભારતને ઉત્પાદન આધાર બનાવવા પર કામ કરી રહી છે. આ સાથે દેશમાં બનતા ઉત્પાદનોને યુરોપ અને અન્ય બજારોમાં પણ નિકાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કંપનીના આ પગલાથી ચીન મોટો ઝટકો લાગી શકે છે અને તેના બજાર પર પણ આની અસર દેખાઈ શકે છે. વૈશ્વિક સપ્લાય ચીન એક મોટો માસ્ટર માઈન્ડ છે. પરંતુ, સતત લોકડાઉન અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવનો ફાયદો ભારતને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top