SURAT

સુમુલના ડિરેક્ટર અને બારડોલી તા.પં.ના શાસક પક્ષના નેતા અજિત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા

સુરત: અજિત પટેલનું (Ajit Patel) પ્રકરણ ગાજવા પાછળ સુમુલની (Sumul) સત્તાનું આંતરિક રાજકારણ પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 2020ની સુમુલની ચૂંટણીમાં પાર્ટી હાઈ કમાન્ડની (Party High Command) સૂચનાને પગલે રાજુ પાઠક જૂથના બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા હતા. બે બેઠક સામી પેનલની બિનહરીફ થવા છતાં 8-8ની ટાઈ કરનાર રાજુ પાઠક ગ્રુપ સુમુલમાં બહુમતી ગુમાવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. પાઠક જૂથની પેનલમાં ચુંટાયેલા સંદીપ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ બનતાં હોદ્દાની રૂએ તટસ્થ થઈ ગયા છે. બીજી તરફ પાઠક જૂથને ટેકો આપતાં ભરત સુદામ પટેલને દીકરાને નોકરી આપવાના મામલે ડિરેક્ટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવતાં તેમણે આ મામલો હાઇકોર્ટમાં પડકાર્યો છે.

  • મહિલા સાથેના અશ્લીલ વિડીયો વાયરલ પ્રકરણમાં આખરે
  • નારાજ પાર્ટી હાઈકમાન્ડે અજિત પટેલને પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી પાણીચું પકડાવ્યું
  • ખરવાસા દૂધમંડળી જો પ્રતિનિધિત્વ રદ કરશે તો સુમુલનું ડિરેક્ટર પદ પણ અજિત પટેલ ગુમાવશે

જો ખરવાસા દૂધમંડળી તેમને દૂર કરશે તો તેઓ સુમુલનું પણ ડિરેક્ટર પદ ગુમાવશે
અજિત પટેલ પણ રાજુ પાઠક ગ્રુપના માનવામાં આવે છે. જો ખરવાસા દૂધમંડળી તેમને દૂર કરશે તો તેઓ સુમુલનું પણ ડિરેક્ટર પદ ગુમાવશે. જો કે, રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા સાથે રાજુ પાઠકે ફરી હાથ મેળવ્યા હોવાથી સુમુલના સત્તાધીશોની પેનલનો એક વોટ (રિતેશ વસાવાનો) બીજી ટર્મમાં પાઠકને મળે અને ભરત સુદામ પટેલનો મત જળવાઈ રહે તો બહુમતી જળવાય એવી સ્થિતિ ઊભી થાય. એ સ્થિતિમાં અજિત પટેલને ડિરેક્ટર પદે દૂર કરવામાં આવે તો રાજુ પાઠક જૂથને બહુમતી પૂરવાર કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

ગલ્લાતલ્લા કરતાં ખરવાસા ગામના લોકોમાં આક્રોશ ભભૂક્યો હતો
ગામની સમિતિમાંથી રાજીનામું આપવા પણ ગલ્લાતલ્લા કરતાં ખરવાસા ગામના લોકોમાં આક્રોશ ભભૂક્યો હતો
બારડોલી: અજિત ઉર્ફે અજય પટેલનો એક મહિલા સાથેનો રંગરલિયા મનાવતો વિડીયો વાયરલ થવાની ઘટનામાં ગ્રામજનોએ આકરા નિર્ણયો લઈ અજિત પટેલ પાસેથી ગામની વિવિધ સમિતિ અને મંડળમાંથી રાજીનામું આપી દેવા જણાવી દીધું હતું. અજિત પટેલની આવી હરકત સામે આવતા જ આદર્શ ગામ ગણાતા ખરવાસા ગામના લોકો તો ઠીક સમગ્ર જિલ્લામાંથી તેમની સામે ફિટકાર વરસવાનું શરૂ થયું હતું.

ગલ્લાતલ્લા કરતાં ગામમાં રાત્રે ભારે બબાલ થઈ હતી
બુધવારે અજિત પટેલે રાજીનામું આપવા બાબતે ગલ્લાતલ્લા કરતાં ગામમાં રાત્રે ભારે બબાલ થઈ હતી. આખું ગામ ભેગું થઈ જતાં ગામનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. ભારે ઉહાપોહ બાદ ગામના આગેવાનોએ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અંતે અજિત પટેલે ગામ સમિતિ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની વાત સ્વીકારતાં લોકોનો રોષ શમ્યો હતો.

Most Popular

To Top